Advertisement
Author: નોબત સમાચાર

નોબેલ પુરસ્કાર માટે ડોનાલ્ડ ટ્રમ્પને રશિયાનું સમર્થન

અત્યાર સુધી અમેરિકાના ૪ રાષ્ટ્રપતિ અને ૧ ઉપરાષ્ટ્રપતિને મળ્યો છે આ એવોર્ડ

                                                                                                                                                                                                      

વોશિંગ્ટન તા.    ૧૦: નોબેલ શાંતિ પુરસ્કારની જાહેરાતના ગણતરીના કલાક પહેલા ટ્રમ્પને રશિયાનું સમર્થન મળ્યુ છે, પરંતુ ટ્રમ્પ પોતે આ માટે આશાવાદી જણાતા નથી.

નોબેલ શાંતિ પુરસ્કારની જાહેરાતના ગણતરીના કલાક પહેલાં જ રશિયાએ ટ્રમ્પને સમર્થન જાહેર કર્યું છે. નોબેલ શાંતિ પુરસ્કારની તીવ્ર ઈચ્છા ધરાવતાં અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે છેલ્લા કેટલાક સમયથી આ પુરસ્કારના હકદાર હોવાની ભલામણ કરી ચૂક્યા છે.

આજે બપોરે ૨.૩૦ વાગ્યે નોબેલ શાંતિ પુરસ્કાર ૨૦૨૫ના વિજેતાની જાહેરાત થવાની છે. અને કાઉન્ટ ડાઉન શરૂ થયુ છે, તેવા સમયે રશિયાએ ટ્રમ્પની આ ઈચ્છાને સમર્થન આપ્યું છે.

ટ્રમ્પની રશિયા વિરૂદ્ધની અડોડાઈ વચ્ચે રશિયાએ સત્તાવાર ધોરણે ટ્રમ્પને નોબેલ શાંતિ પુરસ્કાર આપવા ભલામણ કરી છે. તેણે સમર્થન આપ્યું છે કે, ટ્રમ્પે યુક્રેન યુદ્ધનો અંત લાવવા અથાગ પ્રયાસો કર્યા છે. યુક્રેનના પ્રમુખ ઝેલેન્સ્કીએ પણ ટ્રમ્પને નોબેલ માટે નોમિનેટ કરવાની જાહેરાત કરી છે. તેમણે ગુરૂૂવારે જણાવ્યું હતું કે, જો ટ્રમ્પ યુક્રેન યુદ્ધવિરામ લાવવામાં સફળ રહૃાા તો કિવ તેમને નોબેલ શાંતિ પુરસ્કાર માટે નોમિનેટ કરશે.

સ્થાનિક મીડિયાના અહેવાલ અનુસાર, આજે બપોરે નોબેલ શાંતિ પુરસ્કાર ૨૦૨૫ના વિજેતાની જાહેરાત થશે. વિશ્વના સૌ કોઈની નજર આ પુરસ્કાર પર છે. ટ્રમ્પ પોતે વિશ્વના સાત યુદ્ધ રોકાવ્યા હોવાનો દાવો કરતાં પોતાને શાંતિ પુરસ્કારના હકદાર ગણાવી રહૃાા છે. તેઓ નોબેલ શાંતિ પુરસ્કારને અમેરિકાનું ગૌરવ ગણાવતાં આ પુરસ્કાર પોતાને આપવા ભલામણ કરી રહૃાા છે. ગઈકાલે જ તેમણે નિવેદન આપ્યું હતું કે, મેં વિશ્વમાં સાત યુદ્ધ રોકાવી શાંતિ સ્થાપિત કરી છે. પરંતુ આ લોકો મને તેના માટે નોબેલ શાંતિ પુરસ્કાર આપશે નહીં. બીજી તરફ મોટાભાગના નિષ્ણાતોના મતે પણ તેઓ આ શાંતિ પુરસ્કારના હકદાર ન હોવાનો દાવો થઈ રહૃાો છે.

નોબેલ શાંતિ પુરસ્કાર ૨૦૨૫ ના વિજેતાની જાહેરાત આજે એટલે કે ૧૦ ઓક્ટોબર, ૨૦૨૫ શુક્રવારના રોજ થવાની છે. પરંતુ અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પનું માનવું છે, આ પુરસ્કાર તેમને મળવો જોઈએ.

ગુરૂવારે વ્હાઈટ હાઉસ દ્વારા સોશિયલ મીડિયા પર એક તસવીર જાહેર કરવામાં આવી હતી અને તેમાં એક ટાઈટલ પણ આપવામાં આવ્યું હતું. જેમાં ટ્રમ્પને 'શાંતિના રાષ્ટ્રપતિ' બનાવવામાં આવ્યા છે. આ દુનિયાના સૌથી પ્રતિષ્ઠિત શાંતિ સમ્માન માટે ટ્રમ્પના અભિયાનનો એક ભાગ હતો.

અમેરિકન રાષ્ટ્રપતિ જેમણે ભારત અને પાકિસ્તાન વચ્ચેના શાંતિ કરાર સહિત કુલ ૭ શાંતિ કરારોમાં મધ્યસ્થી કરવાના શ્રેયને વારંવાર ઉલ્લેખ કર્યો હતો. તેમણે સંકેત આપ્યો કે નોબેલ સમિતિ મને આ સન્માન ન આપવાનું   કારણ શોધી કાઢશે. ટ્રમ્પને તેમના બંને કાર્યકાળ દરમિયાન આ પુરસ્કાર માટે અનેક વખત નોમિનેટ કરવામાં આવ્યા છે. આ વર્ષે, તેમને ઇઝરાયલી વડાપ્રધાન બેન્જામિન નેતન્યાહૂ, કંબોડિયાના હુન માનેટ, યુએસ કાયદા નિર્માતાઓ અને પાકિસ્તાન સરકાર દ્વારા નોમિનેટ કરવામાં આવ્યા હતા.

નોંધનીય છે કે, અત્યાર સુધીમાં માત્ર ૪ અમેરિકન રાષ્ટ્રપતિઓ અને એક યુએસ ઉપરાષ્ટ્રપતિને નોબેલ શાંતિ પુરસ્કાર મળ્યો છે. જેમાં ૧૯૯૬માં થિયોડોર રૂઝવેલ્ટ નોબેલ શાંતિ પુરસ્કાર મેળવનારા પહેલા અમેરિકન રાષ્ટ્રપતિ હતા. તેમને પોર્ટ્સમાઉથ સંધિ દ્વારા રુસો-જાપાની યુદ્ધમાં મધ્યસ્થી કરવા બદલ આ પુરસ્કાર એનાયત કરવામાં આવ્યો હતો. તેમનો મેડલ હજુ પણ વ્હાઇટ હાઉસના વેસ્ટ વિંગમાં રૂઝવેલ્ટ રૂમમાં રાખવામાં આવ્યો છે. તે ઉપરાંત યુનાઇટેડ સ્ટેટ્સના ૨૮માં રાષ્ટ્રપતિ, વુડ્રો વિલ્સનને પ્રથમ વિશ્વયુદ્ધનો અંત લાવવા અને શાંતિ જાળવવાના હેતુથી વિશ્વની પ્રથમ આંતર-સરકારી સંગઠન, લીગ ઓફ નેશન્સની સ્થાપનામાં તેમની ભૂમિકા બદલ સન્માનિત કરવામાં આવ્યા હતા.

વર્ષ-૨૦૦૨માં અમેરિકાના ૩૯માં રાષ્ટ્રપતિ કાર્ટરને પદ છોડ્યાના ૨૧ વર્ષ પછી આ પુરસ્કાર મળ્યો હતો. તેમને *આંતરરાષ્ટ્રીય સંઘર્ષોના શાંતિપૂર્ણ ઉકેલો શોધવા, લોકશાહી અને માનવ અધિકારોને આગળ વધારવા અને આર્થિક અને સામાજિક વિકાસને પ્રોત્સાહન આપવા માટેના દાયકાઓના અથાક પ્રયાસો* માટે પુરસ્કાર આપવામાં આવ્યો હતો. બીજી તરફ પોતાના રાષ્ટ્રપતિ કાર્યકાળના એક વર્ષ કરતા પણ ઓછા સમયમાં વર્ષ-૨૦૦૯માં યુનાઇટેડ સ્ટેટ્સના ૪૪મા રાષ્ટ્રપતિ ઓબામાને આંતરરાષ્ટ્રીય રાજદ્વારી અને લોકો વચ્ચે સહયોગને મજબૂત બનાવવાના તેમના અસાધારણ પ્રયાસો માટે આ પુરસ્કાર આપવામાં આવ્યો હતો. જેમાં પરમાણુ નિઃશસ્ત્રીકરણ અને આબોહવા કાર્યવાહીની હિમાયતનો સમાવેશ થાય છે.

તે ઉપરાંત અલ ગોર એકમાત્ર યુએસ ઉપરાષ્ટ્રપતિ છે જેમને આ પ્રતિષ્ઠિત સન્માન મળ્યું છે. માનવસર્જિત આબોહવા પરિવર્તન વિશે વધુ જ્ઞાન એકત્રિત કરવા અને પ્રસારિત કરવાના તેમના પ્રયાસો માટે અલ ગોરે ૨૦૦૭નો નોબેલ શાંતિ પુરસ્કાર આંતર-સરકારી પેનલ ઓન ક્લાઇમેટ ચેન્જ સાથે શેર કર્યો હતો.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh