Advertisement
Author: નોબત સમાચાર

જાણો ૧૪ જુલાઈ, સોમવાર અને અષાઢ વદ ચોથનું રાશિફળ

ધન સહીત ત્રણ રાશિના જાતકોને કામની કદર-પ્રસંશા થાય તથા કામમાં સાનુકૂળતા  જણાય​

                                                                                                                                                                                                      

Aries (મેષ: અ-લ-ઈ)

આપના કાર્યની સાથે જાહેરક્ષેત્રના કામમાં, સંસ્થાકિય કામમાં વ્યસ્ત રહેવાનું બને. રાજકિય-સરકારી  કામકાજ થાય.

શુભ રંગઃ મરૂન - શુભ અંકઃ ૨-૯

 

Taurus (વૃષભ: બ-વ-ઉ)

સામાજિક-વ્યાવહારિક કામમાં આપે ઉતાવળ કરવી નહીં. સીઝનલ-વાયરલ બીમારીમાં અટવાઈ ન  જાવ તેનું ધ્યાન રાખવું.

શુભ રંગઃ બ્લુ - શુભ અંકઃ ૬-૫

 

Gemini (મિથુન: ક-છ-ધ)

આપના કામમાં સાનુકૂળતા થતી જાય. દેશ-પરદેશના કામમાં, આયાત-નિકાસના કામમાં આપને  સરળતા જણાય.

શુભ રંગઃ બ્રાઉન - શુભ અંકઃ ૮-૪

 

Cancer (કર્ક: ડ-હ)

આપના કામમાં વ્યસ્ત રહીને દિવસ પસાર કરી શકો. જમીન-મકાન-વાહનને લગતા કામમાં  સાનુકૂળતા રહે.શુભ રંગઃ જાંબલી - શુભ અંકઃ ૨-૬

 

Leo (સિંહ: મ-ટ)

આપના કામમાં આકસ્મિક સરળતા થતી જાય. ધીમે ધીમે આપના કામોનો ઉકેલ આવતો જાય.  પરદેશના કામ થાય.

શુભ રંગઃ લીલો - શુભ અંકઃ ૧-૪

 

Virgo (કન્યા: પ-ઠ-ણ)

આપે કોર્ટ કચેરીના કામમાં સાવધાની રાખવી પડે. નાણાકિય જવાબદારીવાળા કામમાં ઉતાવળ કરવી  નહીં.

શુભ રંગઃ લાલ - શુભ અંકઃ ૫-૯

 

Libra (તુલા: ર-ત)

આપના અગત્યના કામનો ઉકેલ આવવાથી આનંદ રહે. રાજકિય કામમાં સાનુકૂળતા મળી રહે.

શુભ રંગઃ ગુલાબી - શુભ અંકઃ ૪-૭

 

Scorpio (વૃશ્ચિક: ન-ય)

આપના કામ ની સાથે સામાજિક-વ્યાવહારિક કામમાં વ્યસ્ત રહેવું પડે. ધંધામાં આકસ્મિક ઘરાકીથી  આવક જણાય.

શુભ રંગઃ વાદળી - શુભ અંકઃ ૧-૪

 

Sagittarius (ધન: ભ-ધ-ફ-ઢ)

આપના કામની કદર-પ્રશંસા થવાથી કામ કરવાનો ઉત્સાહ વધે. સંયુક્ત ધંધામાં ભાઈ-ભાંડુ મદદરૂપ  થાય.

શુભ રંગઃ મેંદી - શુભ અંકઃ ૨-૬

 

Capricorn (મકર: ખ-જ)

નોકરી-ધંધાના કામકાજ અંગે બહાર કે બહારગામ જવાનું બને. અગત્યના કામકાજ અંગે  મિલન-મુલાકાત થાય.

શુભ રંગઃ મોરપીંછ - શુભ અંકઃ ૫-૭

 

Aquarius (કુંભ: ગ-શ-સ)

આપની બુદ્ધિ-મહેનત-અનુભવ-આવડતથી કામનો ઉકેલ લાવી શકો. સંતાનના પ્રશ્ને આપની  ચિંતા-પરેશાની ઓછા થાય.

શુભ રંગઃ કેસરી - શુભ અંકઃ ૩-૯

 

Pisces (મીન: દ-ચ-ઝ-થ)

આપના કામમાં હરિફવર્ગ-ઈર્ષા કરનારવર્ગ મુશ્કેલી ઉભી કરવાના પ્રયાસ કરે. વાહન ચલાવવામાં  ઉતાવળ ન કરવી.

શુભ રંગઃ પીળો - શુભ અંકઃ ૪-૮



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh