Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
તાજેતરમાં યોજાયેલા સમારંભમાં સાયન્ટિફિક હવન કરાયો હતો
જામનગર તા. ૧૨: ભવન્સ એ.કે. દોશી વિદ્યાલય-જામનગર કેન્દ્રમાં તાજેતરમાં નવી અત્યાધુનિક સાયન્સ લેબ તથા રોબોટિક લેબનો ઉદ્ઘાટન સમારંભ યોજવામાં આવેલો. આ પ્રસંગે ભવન્સ જામનગર કેન્દ્ર કમિટીના ચેરમેન શ્રી હિમાંશુભાઈ દોશી, વાઈસ ચેરમેન નિમિષભાઈ દોશી ચેરમેન ઓફ મેનેજીંગ કમિટી મહેશભાઈ સારડાસાહેબ, સેક્રેટરી જ્યોતિન્દ્રભાઈ વછરાજાની ટ્રેઝરર રજનીકાંતભાઈ પ્રાગડા, મેમ્બર સંજયભાઈ દોશી, જયેનભાઈ શાહ, જયભાઈ ભાવ, બિપીનભાઈ ઝવેરી તથા પ્રિન્સીપાલ એ કે દોશી મહિલા કોલેજ- ચેતનાબેન ભેંસદડિયા, પ્રિન્સીપાલ એચ જે દોશી આઇ ટી કોલેજ- હાસિતભાઈ ચંદારાણા, પ્રિન્સીપાલ ડાયરેક્ટર ભવન્સ શ્રી એ કે દોશી વિદ્યાલય- ભારતીબેન વાઢેર, પ્રિન્સીપાલ (અંગ્રેજી માધ્યમ) ભવન્સ શ્રી એ કે દોશી વિદ્યાલય- ધર્મેશભાઈ વીંછી તથા સમગ્ર સ્ટાફ હાજર રહૃાા હતા.
સાઇન્સ લેબનું ઉદ્ઘાટન મહેશભાઈ સારડાના હસ્તે થયું હતું. ત્યારપછી સાયન્સના એક પ્રયોગ દ્વારા મહેમાનોનું સ્વાગત કરવામાં આવ્યું હતું. ઉપરાંત ધોરણ-૧ થી ધોરણ -૧૦ સુધીના ૧૬ વિદ્યાર્થીઓ દ્વારા વિવિધ પ્રોજેક્ટ સમજાવવામાં આવ્યા હતા. જેને તમામ મહેમાનોએ ખૂબ પ્રોત્સાહિત કર્યા હતા.
નિમિષભાઈ દોશી તથા જયભાઈ ભાવના હસ્તે રોબોટિક્સ લેબનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું. જેમાં વિજ્ઞાન શિક્ષિકા દ્વારા તમામ મહેમાનોના હસ્તે સાયન્ટિફિક હવન કરાવવામાં આવ્યો હતો તથા એક રોબોટિક પ્રોજેક્ટ રજુ કરવામાં આવ્યો હતો. કાર્યક્રમના અંતમાં વિદ્યાર્થી દ્વારા અદ્ભુત આભારવિધિ કરવામાં આવી હતો.
ઉદ્વાટન કરવામાં આવેલી બંને લેબ દ્વારા ભવન્સના ભાવિ વિદ્યાર્થીઓને તથા જામનગરની યુવાધનને જે અમૂલ્ય લાભ મળવાનો છે તેની નોંધ લેતા અમેરિકા થી ખાસ પધારેલ ચેરમેન હિમાંશુભાઈ એ તથા તમામ મહાનુભાવોએ પ્રિન્સીપાલ ડાયરેક્ટર ભવન્સ એ કે દોશી વિદ્યાલય- ભારતીબેન વાઢેર, પ્રિન્સીપાલ (અંગ્રેજી માધ્યમ) ભવન્સ એ કે દોશી વિદ્યાલય- ધર્મેશભાઈ વીંછી તથા સમગ્ર સ્ટાફને અભિનંદન પાઠવ્યા હતા.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial