Advertisement
Author: નોબત સમાચાર

પોલીસને બાતમી આપવાની શંકા કરી બે યુવાન પર ચાર શખ્સનો હિચકારો પ્રહાર

અહીંથી કેમ નીકળ્યા છો તેમ કહી તૂટી પડ્યાઃ

                                                                                                                                                                                                      

 જામનગર તા. ૧૨: જામનગરના સુમરા ચાલી વિસ્તારમાં શનિવારે રાત્રે બે યુવાનને રોકી લઈ ચાર શખ્સે લમધારી નાખ્યા હતા. અહીં થી કેમ નીકળ્યો છો, અમારી બાતમી પોલીસને આપો છો તેમ કહી હુમલો કરાતા એક ઈજાગ્રસ્તે પોલીસમાં ફરિયાદ નોંધાવી છે.

જામનગરના રણજીત સાગર રોડ પર આવેલી હર્ષદ મીલની ચાલી નજીક પ્રણામી સોસાયટી-૧માં રહેતા સુમિત હરીશભાઈ ગંઢા તથા તેમના મિત્ર આશિક પ્રકાશભાઈ નંદા શનિવારે રાત્રે એકાદ વાગ્યે સુમરા ચાલી પાસે ઉનની કંદોરી નજીકથી પસાર થતા હતા. ત્યારે હાજી ઉસમાન ખફી ઉર્ફે હાજીભા, અકરમ સલીમ બ્લોચ, ઈરફાન મામદ ભુંગરીયા, હુસેન બોદુભાઈ ખફી ઉર્ફે ભૂરો નામના ચાર શખ્સ આવ્યા હતા.

આ શખ્સોએ અહીંથી કેમ નીકળો છો, અમારી સામે કેમ જુઓ છો અને પોલીસની અમારી બાતમી આપો છો તેમ કહી ગાળો ભાંડી હતી. તે પછી હાજીભાએ મૂક્કો મારી સુમિતને પછાડી દીધો હતો અને હુસેન ખફી સોટીથી તૂટી પડ્યો હતો. અકરમ તથા ઈરફાને ઢીકાપાટુથી સુમિતને માર માર્યાે હતો. વચ્ચે પડનાર આશિષને થપાટો મારી હાજીભા તેમજ ઢીકાપાટુથી બાકીના ત્રણ શખ્સે માર મારી ધમકી આપી હતી. પોલીસમાં સુમિતે ફરિયાદ કરી છે.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh