ચિરવિદાય

જામનગરઃ અમરશીભાઈ ગોરધનદાસ ગાંધી (ઉ.વ.૯૪) તે શૈલેષભાઈ, કિશોરભાઈ,  પ્રવિણાબેન દેવેનકુમાર પાલેજા, બીનાબેન અતુલકુમાર સંપટના પિતા, સ્વ. જયશ્રીબેન  શૈલેષભાઈ, અ.સૌ. હંસાબેન કિશોરભાઈના સસરા, નીહાલ, મૃણાલ, વીરાજ, મનાલી હિમાંશુ  સંપટના દાદા, જલ્પાબેન નીહાલભાઈ, જાન્વીબેન મૃણાલભાઈ, જાનકીબેન વીરાજભાઈના  દાદાજી સસરા, નવાગામ વાળા ડો. છોટુભાઈ, ચંદુભાઈના ભાઈ, વડીયાવાળા ડો. નરભેરામ  ગોરધનદાસ સરૈયાના જમાઈ, હીયા, ધ્યાન, પ્રીશાના પરદાદાનું તા. ૮-૩ના અવસાન થયું  છે. સદ્ગતનું ઉઠમણું તા. ૯-૩ના સોમવારે સાંજે ૫ થી ૫:૩૦ દરમ્યાન લેઉવા પટેલ સમાજ  ગેટ નં.૧, રણછોડદાસજી આશ્રમ સામે,  રણજીતનગર, જામનગરમાં રાખવામાં આવ્યું છે.

જામનગરઃ મૂળ મોટી વેરાવળ લોહાણા વાળા (હાલ જામનગર) સંજયભાઈ પરમાણંદભાઈ  ગઢીયા તે મનસુખભાઈના ભાઈ, ઝંખનાબેનના પતિ, ચિરાગભાઈ, પ્રિયનભાઈના પિતાનું તા.  ૮-૩-૨૬ના અવસાન થયું છે. સદ્ગતનું બેસણું તા. ૯-૩ના સાંજે ૫ થી ૫:૩૦ દરમ્યાન  ભાઈઓ તથા બહેનો માટે પાબારી હોલ, તળાવની પાળ, જામનગરમાં રાખવામાં આવ્યું છે.

જામનગર નિવાસી વિસા શ્રીમાળી સોની વિનોદરાય મોતીલાલ ૫ારેખ (ઉ.વ. ૭૨ ), તે સ્વ.  રમાબેન વિનોદરાય પારેખના પતિ તથા બિનાબેન નિલેશકુમાર ગુસાણી, ભાવનાબેન  વિમલકુમાર માંડલીયા તથા હેમલના વિનોદરાય પારેખના પિતા, મહેશભાઈ મોતીલાલ પારેખના  ભાઈ તા. ૯-૩-ર૦ર૬ ના શ્રીજીચરણ પામેલ છે. સદ્ગતનું ઉઠમણું તા. ૯-૩-ર૦ર૬,  સોમવારના ભાઈઓ તથા બહેનો માટે સાંજે પ થી પ.૩૦ વાગ્યા દરમિયાન શ્રી વાઘેશ્વરી  માતાજી મંદિર, ચાંદીબજાર, જામનગરમાં રાખવામાં આવ્યું છ.

જામનગરઃ (કેરાળાના વતની) લખધીરસિંહ ભવાનસિંહ જાડેજા (એલ.બી.બાપુ) (ઉ.વ.૭૬)  તે સ્વ. કિશોરસિંહ, માનસિંહ, અજીતસિંહના ભાઈ, હરેન્દ્રસિંહ, ઈન્દ્રજીતસિંહના કાકા,  વિજયસિંહ, હરપાલસિંહ, રવિરાજસિંહ, તિલકરાજસિંહના પિતાનું તા. ૭-૩ના અવસાન થયું  છે.

જામનગરઃ વિશા ઓશવાળ જૈન જ્ઞાતિના હીરાલાલ લાલચંદ શાહના પુત્ર બિપીનભાઈ  હીરાલાલ શાહ (ઉ.વ. ૭૪), તે નયનાબેનના પતિ તથા વિરાલી, સુમિતના પિતા તથા  હસમુખલાલ, સ્વ. વિનોદચંદ્ર, રમેશભાઈ, કૌશિકભાઈના ભાઈનું તા. ૭-૩-ર૦ર૬ ના  અવસાન થયું છે. સદ્ગતનું ઉઠમણું તા. ૭-૩-ર૦ર૬ ના સાંજે ૪ વાગ્યે શ્રી અચગચ્છ જૈન  ઉપાશ્રય, બારોટ ફળી, ગણપતિ મંદિર સામે, જામનગરમાં રાખવામાં આવ્યું છે.

close
Ank Bandh