ચિરવિદાય

સ્થાયી સમિતિના અધ્યક્ષના પિતાનું નિધન

જામનગરઃ મૂળ જોડિયા ગામના હાલ જામનગર નિવાસી બિપિનચંદ્ર ગીરધરલાલ કગથરા (ઉ.વ.  ૯ર), તે સ્વ. મંજુલાબેનના પતિ, પંકજભાઈ, નિલેશભાઈ કગથરા (સ્થાયી સમિતિના અધ્યક્ષ), સ્વ.  સ્વાતિબેન અજીતભાઈ ઝવેરી, બિન્દુબેન મેહુલભાઈ મહેતા તથા પૂર્તિબેન હરેશભાઈ કમાણીના પિતા,  છાયાબેન તથા ભાવનાબેનના સસરા, નકુલેશ, સલોની, ધરતી શ્રેયાંસભાઈ મહેતા, મૃષિકા તથા  મુકુટના દાદા, સ્વ. વલ્લભદાસ હરખચંદ મોદીના જમાઈનું તા. ૮-પ-ર૦રપ ના અવસાન થયું છે.  સદ્ગતની સ્મશાનયાત્રા તેમના નિવાસસ્થાન પંકજ, ૬૭-બી, સુમંગલ સોસાયટી, પાર્ક કોલોની,  જામનગરથી આજે તા. ૮-પ-ર૦રપ ના સાંજે ૪ વાગ્યે નિકળશે. સદ્ગતનું ઉઠમણું/બેસણું આવતીકાલ  તા. ૯-પ-ર૦રપ ના સવારે ૧૦ થી ૧૧ વાગ્યે ભાઈઓ તથા બહેનો માટે કામદાર વાડી, અંબર ટોકિઝ  પાસે, જામનગરમાં રાખેલ છે.

જામનગરના શ્રીમાળી સામદેવી બ્રાહ્મણ ભૂપેન્દ્રભાઈ વસંતરાય ઓઝાના પૂત્રવધૂ હેતલબેન શૈલેષભાઈ  ઓઝા, તે સ્વ. અરવિંદભાઈ પરમારના પુત્રી, રજીયાભાઈના ભત્રીજીનું તા. ૭-પ-ર૦રપ ના અવસાન  થયેલ છે. સદ્ગતનું ઉઠમણું તા. ૮-પ-ર૦રપ, ગુરૂવારના સાંજે પ થી પ.૩૦ વાગ્યા દરમિયાન પાબારી  હોલ (સેલરમાં), તળાવનીપાળ, જામનગરમાં રાખેલ છે.

close
Ank Bandh