Advertisement
Author: નોબત સમાચાર

આંધ્રના વેંકટેશ્વર મંદિરમાં ભાગદોડ મચી જતા ૯ લોકોના મૃત્યુઃ સંખ્યાબંધ ઘાયલ

એકાદશીના દર્શન માટે ભીડ થઈ અને રેલીંગ તૂટીઃ મૃતાંક વધી શકે

                                                                                                                                                                                                      

હૈદ્રાબાદ તા. ૧: આંધ્રપ્રદેશના વેંકટેશ્વર મંદિરમાં ભાગદોડ થતા ૯ લોકોના મૃત્યુ થયા છે. અને અનેક લોકો ઘાયલ થયા છે. મૃતકોમાં મોટા ભાગની મહિલાઓ છે. દર્શનાર્થીઓ એકાદશી પર દર્શન કરવા આવ્યા હતાં. ત્યારે આ દુર્ઘટના સર્જાઈ હતી. મૃતાંક વધી શકે છે.

આંધ્રપ્રદેશના શ્રીકાકુલમમાં કાશીબુગ્ગા વેંકટેશ્વર મંદિરમાં શનિવારે એકાદશી દરમિયાન ભાગદોડ મચી ગઈ હતી. આ દુર્ઘટનામાં ૯ લોકોના મોત થયા હતા અને અનેક ઘાયલ થયા. શરૂઆતના અહેવાલો અનુસાર, મંદિરમાં ભારે ભીડને કારણે રેલિંગ તૂટી ગઈ હતી. ઘાયલ યાત્રાળુઓને હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા.

અધિકારીઓને આશંકા છે કે મૃત્યુઆંક વધી શકે છે. મૃતકોમાં મોટાભાગની મહિલાઓ છે. વેંકટેશ્વર મંદિરમાં ધક્કામુક્કી થતા લોકો એકબીજા પર પડવા લાગ્યા અને અફરા-તફરી મચી ગઈ હતી. ઘાયલોમાંથી કેટલાકની હાલત ગંભીર હોવાનું જાણવા મળે છે. સંખ્યાબંધ ઘાયલ શ્રદ્ધાળુઓને હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા.

આંધ્રપ્રદેશના મુખ્યમંત્રી ચંદ્રબાબુ નાયડુએ વેંકટેશ્વર મંદિરમાં ભાગદોડ અને મૃત્યુ પર દુઃખ વ્યક્ત કર્યું. સીએમએ એકસ પર પોસ્ટ કરતાં તેમણે લખ્યું, *આ હ્ય્દયદ્રાવક ઘટના શ્રીકાકુલમ જિલ્લાના વેંકટેશ્વર મંદિરમાં બની.* તેમણે પીડિતોના પરિવારો પ્રત્યે સંવેદના વ્યક્ત કરી. મુખ્યમંત્રીએ કહૃાું કે વહીવટીતંત્રને તમામ પીડિતો અને ઘાયલોને તાત્કાલિક સહાય પૂરી પાડવાનો આદેશ આપવામાં આવ્યો છે.

વહીવટી તંત્રે રાહત અને બચાવ કામગીરી શરૂ કરી દીધી છે. ઘાયલોને નજીકની સરકારી હોસ્પિટલોમાં દાખલ કરવામાં આવ્યા છે, જયાં તેમની સારવાર ચાલી રહી છે.

ભાગદોડ પછી મંદિરની અંદરનું દ્રશ્ય ભયાનક છે. મંદિરની અંદરના વીડિયો સામે આવ્યા છે, જેમાં લોકો બેભાન અવસ્થામાં પડેલા દેખાય છે. તેમાં મોટાભાગની મહિલાઓ છે જે એકાદશીની પૂજા કરવા માટે મંદિરમાં આવી હતી. આ દુર્ઘટનાના એક વીડિયોમાં મંદિર સંકુલમાં બે મહિલા ભક્તો પડી ગયેલી જોવા મળે છે.

કેટલાક ભક્તો ઘાયલોને સીપીઆર આપવાનો પ્રયાસ કરી રહૃાા છે. મંદિર પરિસરમાં સામાન વેરવિખેર પડ્યો છે. બીજા એક હ્ય્દયદ્રાવક વીડિયોમાં એક બાળક બેભાન હાલતમાં પડેલું જોવા મળે છે, જેમાં એક મહિલા તેને બચાવવાનો પ્રયાસ કરી રહી છે.

પ્રત્યક્ષદર્શીનું કહેવું છે કે વહેલી સવારથી જ મંદિરમાં ભીડ ઉમટી પડી હતી અને પૂરતી સુરક્ષાના અભાવે પરિસ્થિતિ કાબુ બહાર થઈ ગઈ હતી. સ્થાનિક વહીવટીતંત્રે ઘટનાની તપાસના આદેશ આપ્યા છે. અને ભીડ નિયંત્રણમાં ક્યાં ચૂક રહી તે જાણવાના પ્રયાસો કરવામાં આવી રહૃાા છે.

ઉલ્લેખનિય છે કે, શ્રીકાકુલમ વેંકટેશ્વર મંદિર આંધ્રપ્રદેશનું એક પ્રખ્યાત અને પ્રાચીન મંદિર છે. એને ઉત્તરા તિરૂપતિ તરીકે પણ ઓળખવામાં આવે છે, જેનો અર્થ *ઉત્તરન તિરૂપતિ* થાય છે, કારણ કે એનું સ્વરૂપ અને પૂજા પદ્ધતિઓ તિરૂપતિ બાલાજી મંદિર જેવી જ છે.

અહીંના દેવતા ભગવાન વેંકટેશ્વર (ભગવાન વિષ્ણુ) છે, જેમને સ્થાનિક રીતે શ્રીનિવાસ, બાલાજી અથવા ગોવિંદ તરીકે પણ ઓળખવામાં આવે છે. આ મંદિર ૧૧મી-૧૨મી સદીમાં, ચોલ અને ચાલુક્ય શાસકોના પ્રદેશમાં પ્રભાવ દરમિયાન બંધાયું હોવાનું માનવામાં આવે છે.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh