Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
કા. સુ. આઠમના કૃષ્ણ પહેલીવાર ગોવાળ બન્યા હતા
દ્વારકા તા. ૧: શ્રીકૃષ્ણની કર્મભૂમિ અને ભારતનું પ્રમુખ યાત્રાધામ દ્વારકામાં કારતક સુદ અષ્ટમીના શુભદિને જગતમંદિરમાં ગોપાષ્ટમી પર્વની ભકિતભાવપૂર્વક ઊજવણી કરવામાં આવી હતી. પૌરાણિક માન્યતા અનુસાર બાલકૃષ્ણે માતા યશોદા પાસે તેમના અન્ય મિત્ર ગોપાલકોની જેમ ગાયો ચરાવવા જવા માટે અનુમતિ માગતાં માતા યશોદાએ આચાર્ય ગર્ગાચાર્યે આપેલ અષ્ટમીના મુહૂર્ત અનુસાર આ શુભ દિવસે સૌપ્રથમવાર ભગવાન શ્રીકૃષ્ણને ગોવાળીયાના વસ્ત્રો પરિધાન કરાવી જંગલમાં ગાયો ચરાવવાની અનુમતિ આપી હતી.
લોકવાયકા મુજબ ગાય માતા એ ભગવાન શ્રીકૃષ્ણને અતિ પ્રિય હોય અને તેઓ પણ તેમની પૂજા કરતાં હોય આરાધ્યની પણ આરાધ્યા અને ભગવાન શ્રીકૃષ્ણને અતિપ્રિય એવી ગોમાતાને પણ વિશેષ પૂજન અર્ચન કરવામાં આવે છે.
આ દિવસે જગતમંદિરમાં શ્રીજીને બપોરે રાજભોગ સાથે વિશેષ અદકી ભોગ અર્પણ કરાયો હતો. વારાદાર પૂજારી પરિવાર દ્વારા ઠાકોરજીને ગોવાળીયાના ભાવનો શૃંગાર કરાવીને જેમાં શ્રીમસ્તક ઉપર ગોવાળની પાઘડી, ખંભે કાંબડીનો ખેસ અને સુવર્ણની છડી ધારણ કરાવી ગોપાલકૃષ્ણના વિશેષદર્શન કરાવાયા હતાં.
ગાય માતાની સવિશેષ
પૂજાનું પર્વ : પ્રણવ પૂજારી
દ્વારકાધીશ મંદિરના પૂજારી પ્રણવભાઈએ જણાવ્યાનુસાર કારતક સુદ અષ્ટમીના દિવસે દ્વારકાધીશ જગતમંદિરમાં ગોપાષ્ટમીની પરંપરાગત રીતે ઊજવણી કરવામાં આવે છે. અને ભગવાનને ગોળાળિયા સ્વરૂપના વસ્ત્રો પરિધાન કરાવવાનો ભાવ વ્યકત કરવામાં આવે છે. ગાય માતાને સવારે સ્નાનાદિ પછી ગંધ-પુષ્પાદિથી વિશેષ પૂજન અર્ચન કરી લીલું ઘાસ તથા અન્ય ભોજન કરાવી તેમજ ગૌગ્રાસ અર્પણ કરી તેની પરિક્રમા કરી ચરણરજ માથે ચડાવવાથી સૌભાગ્યમાં વૃદ્ધિ થાય છે, વાસ્તુ દોષનો નાશ થાય છે અને ભગવાન શ્રીકૃષ્ણની કૃપાદૃષ્ટિ પણ હંમેશાં બની રહે છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial