Advertisement
Author: નોબત સમાચાર

ધ્રોલના જાલિયાદેવાણીમાં આરોગ્ય કેમ્પ

ટી.બી. મુકત ભારત અભિયાન

                                                                                                                                                                                                      

જામનગર તા. ૫ઃ ટીબી મુક્ત ભારત અભિયાન અંતર્ગત ધ્રોલ તાલુકાના જાલિયા દેવાણીમાં આરોગ્ય કેમ્પ યોજાયો હતો, જેમાં જાલિયા દેવાણી, માનસર, હમાપર, ખીજડિયા, પીપરટોડા અને ખેંગારકાના ૧૦૦ થી વધુ ગ્રામજનોનું સ્ક્રીનિંગ કરાયું હતું.

ટીબી મુક્ત ભારત અભિયાનના ભાગરૂપે ધ્રોલ તાલુકાના પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર જાલિયા દેવાણીમાં આરોગ્ય કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. આરોગ્ય વિભાગ અને એલર્ટ ઇન્ડિયા એન.જી.ઓ. દ્વારા ઝ્ર-૧૯ એક્સપ્રેસ હેલ્થ કેમ્પ અંતર્ગત યોજાયેલા આ કેમ્પમાં આસપાસના છ ગામો જાલિયા દેવાણી, માનસર, હમાપર, ખીજડિયા, પીપરટોડા અને ખેંગારકાના કુલ ૧૦૨ જેટલા ગ્રામજનોએ લાભ લીધો હતો.

આ આરોગ્ય કેમ્પના માધ્યમથી 'વર્નરેબલ પોપ્યુલેશન' ગણાતા જૂથોને ટીબી અને અન્ય રોગો પ્રત્યે જાગૃત કરી તેમનું પ્રાથમિક સ્ક્રીનિંગ કરવામાં આવ્યું હતું. આ જૂથોમાં ૬૦ વર્ષ કે તેથી વધુ ઉંમરના વ્યક્તિઓ, છેલ્લા પાંચ વર્ષમાં ટીબી થયેલો હોય તેવા વ્યક્તિઓ, ધૂમ્રપાન કરનાર વ્યક્તિઓ, ટીબીના દર્દીઓના સંપર્કમાં આવનાર વ્યક્તિઓ, ડાયાબિટીસ ધરાવતા દર્દીઓ અને કુપોષિત વ્યક્તિઓનો સમાવેશ થાય છે.

કેમ્પમાં આવેલા તમામ ગ્રામજનોની પ્રાથમિક આરોગ્ય તપાસ, વજન, ઊંચાઈ, હાઈપરટેન્શન અને ડાયાબિટીસની તપાસ કરવામાં આવી હતી. આ ઉપરાંત, છાતીના એક્સ-રે પણ કરવામાં આવ્યા હતા. મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડો. નુપુર પ્રસાદ, જિલ્લા ક્ષય અધિકારી ડો.પંકજકુમાર સિંઘ અને ધ્રોલ તાલુકા હેલ્થ ઓફિસર એચ.એન.ફોજે ના માર્ગદર્શન હેઠળ, પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર જાલિયા દેવાણીના ડો. વિભા સાપોવડિયા અને ડો. પ્રિયંકા ગોધાણી, તેમજ જિલ્લા એસ.બી.સી.સી. ચિરાગભાઈ પરમાર દ્વારા ગ્રામજનોને વિસ્તૃત માર્ગદર્શન પૂરું પાડવામાં આવ્યું હતું.

આ કેમ્પમાં ટીબીના લક્ષણો વિશે ભાર મૂકવામાં આવ્યો હતો, જેમાં બે અઠવાડિયાથી વધુ ઉધરસ, ભૂખ ન લાગવી, વજન ઘટવું, સાંજના સમયે ઝીણો તાવ આવવો કે પરસેવો વગેરેનો સમાવેશ થાય છે. આ ઉપરાંત, હાઈપરટેન્શન વિશે, પૌષ્ટિક આહારના મહત્ત્વ વિશે અને સરકારની વિવિધ આરોગ્યલક્ષી યોજનાઓ વિશે પણ વિગતવાર માહિતી આપવામાં આવી હતી, જેણે ગ્રામજનોને તેમના સ્વાસ્થ્ય પ્રત્યે વધુ જાગૃત થવામાં મદદ કરી.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh