Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
આગામી ચૂંટણીમાં સભ્ય સંખ્યા ૩૬/૪૦ થવાની ધારણા
ખંભાળિયા તા. ૯: દેવભૂમિ દ્વારકાની નગરપાલિકાઓમાં અગાઉ સૌથી મોટી નગરપાલિકા ઓખા હતી. જેમાં બેટ દ્વારકા, સુરજકરાડી, ઓખા, આરંભડા સહિતના વિસ્તારો આવતા હતા. તાજેતરમાં ખંભાળિયા નગરપાલિકા એ ગ્રેડની થવાની સાથે વિસ્તારો હદ વધતા હવે ખંભાળિયા નગરપાલિકામાં સદસ્યોની સંખ્યામાં પણ નોંધપાત્ર વધારો થશે.
હાલ ખંભાળિયા નગરપાલિકામાં સાત વોર્ડ તથા વોર્ડ દીઠ ચાર સદસ્યો લેખે ૨૮ સદસ્યો છે. નવી વોર્ડ રચનામાં પાલિકામાં વીસથી પચ્ચીસ હજાર લોકોનો વિસ્તાર ધરમપુર, હર્ષદપુર, રામનગર, શકિતનગરના ભળતા વોર્ડની સંખ્યા જે સાત છે તે નવની દશ થશે જેથી સદસ્યોની સંખ્યા પણ હાલની ૨૮ની છે તેમાંથી ૩૬ કે ચાલીસ થશે.
આગામી આઠેક મહિનામાં પાલિકાની ચૂંટણી આવનાર છે ત્યારે હવે પછીની ચૂંટણી નવી સદસ્યો સંખ્યાની થશે. પાલિકા ચીફ ઓફિસર ચેતનભાઈ ડુડીયાએ જણાવેલ કે થોડા સમયમાં વોર્ડની સંખ્યા હાથ ધરીને મતદારો તથા વિસ્તારો પણ નકકી કરીને ૧ થી ૯ અથવા ૧૦ સુધીના વોર્ડ તેના વિસ્તારો હદ નકશા તૈયાર કરવામાં આવશે તથા વોર્ડની મતદાર યાદી પણ નવી તૈયાર થશે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial