Advertisement
Author: નોબત સમાચાર

ફ્રાન્સમાં ભીષણ આગ બની ઘાતકઃ ૨૦૦૦ હેકટર જંગલ ખાખઃ માર્સિલે એરપોર્ટ બંધ

તુર્કીયેમાં પહેલી જુલાઈથી લાગેલી ૯માંથી ૬ આગ પર અંકુશ મેળવાયો

                                                                                                                                                                                                      

પેરીસ તા.૯: ફ્રાન્સમાં ભયાનક દાવાનળમાં ૨૦૦૦ હેકટર જંગલ બળીને ખાખ થઈ ગયુ છે, અને એરપોર્ટ-રેલવે સેવા બંધ કરાઈ છે.

દક્ષિણી ફ્રાન્સમાં લાગેલી ભીષણ આગ દિન-પ્રતિદિન ઘાતક સ્વરૂપ લઈ રહી છે. આ આગ ૨૦૦૦ હેક્ટર સુધી ફેલાઈ ગઈ છે અને ભયાનક થઈ ચુકી છે કે, તેનો પ્રભાવ ફ્રાન્સના માટો શહેર માર્સિલે સુધી જોવા મળી રહૃાો છે.

જોકે, સરકારે આગના વધતા પ્રભાવને જોતા માર્સિલે એરપોર્ટ બંધ કરાવી દીધું છે, આ સિવાય તમામ ફ્લાઇટ પર તાત્કાલિક રોક લગાવી દીધી છે. આ આગ પિન-મિરાબો નામની જગ્યાએથી શરૂ થઈ હતી, જે માર્સિલે શહેર પાસે સ્થિત છે. આગ એટલી ઝડપથી ફેલાઈ રહી છે કે, રેલ સેવા પણ રોકી દેવામાં આવી છે અને અનેક પ્રમુખ રસ્તા પણ બંધ કરી દેવાયા છે.

નોંધનીય છે કે, વધતી આગ પર નિયંત્રણ મેળવવા માટે સરકારે ૭૨૦ ફાયર ફાઇટર અને ૨૨૦થી વધુ ફાયર બ્રિગેડની ગાડી અને મશીન તૈનાત કર્યા છે. આ મામલે તંત્રનું કહેવું છે કે, અત્યાર સુધી આશરે ૭૦૦ હેક્ટર જંગલ બળીને ખાખ થઈ ગયું છે. પરંતુ, સ્થિતિ ધીમે-ધીમે કાબૂમાં લાવવામાં આવી રહી છે.

આ પહેલાં તુર્કીયેના જંગલમાં પણ આગના સમાચાર સામે આવ્યા છે. તુર્કીયેના કૃષિ અને વન મંત્રી ઇબ્રાહમ યુમાકલીએ એક જુલાઈએ જણાવ્યું હતું કે, દેશભરમાં છેલ્લાં અમુક દિવસોમાં ૩૪૨ જંગલમાં આગ લાગી છે. જેમાંથી અનેક આગ મનીસા, ઇજમિર, હાતાય અને અંતાક્યા જેવા વિસ્તારોમાં હજુ પણ છે. ત્યારબાદ ૪ જુલાઈએ મંત્રીએ જાણકારી આપી હતી કે, ૯માંથી ૬ મોટી આગ પર કાબૂ મેળવી લેવાયો છે.

નોંધનીય છે કે, ફ્રાન્સ અને તુર્કીયેમાં દાવાનળની વધતી ઘટના આબોહવા પરિવર્તન, તેજ ગરમી, શુષ્ક વાતાવરણનું પરિણામ માનવામાં આવી રહૃાું છે. નિષ્ણાતો અનુસાર, તેજ ગરમ હવા, શુષ્ક હવામાન અને વધતું તાપમાન દાવાનળનું મુખ્ય કારણ બની રહૃાા છે. જોકે, સરકારો સતત સ્થિતિ પર નજર રાખે છે અને રાહત કાર્યમાં તેજી લાવી રહી છે. જોકે, આ ઘટનાઓ પર્યાવરણ અને માણસના જીવન બંને માટે ચિંતાનો વિષય છે.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh