Advertisement
Author: નોબત સમાચાર

ફલ્લામાં વીજતંત્ર દ્વારા નવું સબ ડિવિઝન સ્થાપવા માટેની વીજ કંપનીની હિલચાલ

આવતા વર્ષ સુધીમાં શરૂ થાય તેવી શક્યતાઃ

                                                                                                                                                                                                      

જામનગર તા. ૨: જામનગર નજીકના ફલ્લામાં નવું સબ ડિવિઝન સ્થાપિત કરવા માટે વીજ તંત્ર દ્વારા કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. આવતા વર્ષ સુધીમાં ત્યાં નવું સબ ડિવિઝન ધમધમતું થશે તેવી આશા સેવાઈ રહી છે.

જામનગર-રાજકોટ ધોરીમાર્ગ પર આવેલા ફલ્લા ગામમાં વીજતંત્ર દ્વારા નવ સબ ડિવિઝન ઉભુ કરવા માટે તૈયારીઓ આરંભડામાં આવી છે. વીજ કંપનીના મેનેજીંગ ડાયરેકટર કેતન જોષીએ જણાવ્યા મુજબ સૌરાષ્ટ્રના છ જિલ્લાના નવા નવ સબ ડિવિઝન ઉભા કરવા માટે મંજૂરી આપવામાં આવી રહી છે.

ફલ્લામાં સંભવિતઃ રીતે સ્થપાઈ રહેલા નવા સબ ડિવિઝન માટે નાયબ ઈજનેર, જુનિ. ઈજનેર, આસી. લાઈનમેન, હેલ્પર સહિતનો ૪૦ કર્મચારીનો સ્ટાફ ફાળવવામાં આવશે. નવું ડિવિઝન ઉભુ થતાં ફલ્લા પંથકના વીજ ગ્રાહકોને સુવિધા ઉપલબ્ધ થઈ શકશે. સમારકામ ઝડપી થવા ઉપરાંત વીજબીલ સ્વીકારવાની કાર્યવાહી પણ ત્યાં થઈ શકશે અને ફોલ્ટી મીટર બદલવામાં પણ ગતિ આવી શકશે.

જામનગર પીજીવીસીએલ કચેરી દ્વારા જણાવવામાં આવ્યા મુજબ ફલ્લા માટે સબ ડિવિઝનની માગણી કરાઈ હતી. તે સ્વીકારાઈ ગયે અને જરૂરી સ્ટાફ હાજર થતાં જ સબ ડિવિઝનની કામગીરી શરૂ કરાશે.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh