Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
ગુજરાત રાજ્ય શિક્ષક સંઘના હોદ્દેદારોનું સન્માન
જામનગર તા. ૫: જુની પેન્શન યોજનાનો લાભ મળતા જામનગરમાં રાજ્ય પ્રાથમિક શિક્ષક સંઘના હોદ્દેદારોનું સન્માન અને માર્ગદર્શન કાર્યક્રમ યોજાયો હતો.
જિલ્લા પ્રાથમિક શિક્ષક સંઘ જામનગર દ્વારા તા. ૧-૪-ર૦૦પ પહેલા નિમણૂક થયેલ શિક્ષકોને જુની પેન્શન યોજનામાં સમાવેર કરવામાં આવતા ગુજરાત રાજ્ય પ્રાથમિક શિક્ષક સંઘના હોદ્દેદારોનું સન્માન અને આ તમામ શિક્ષકોને વહીવટી માર્ગદર્શને તેવા ઉમદા હેતુથી એક કાર્યક્રમનું આયોજન હાથ ધરવામાં આવ્યું હતું.
આ કાર્યક્રમમાં ગુજરાત રાજ્ય પ્રાથમિક શિક્ષક સંભના પ્રમુખ દિગ્વિજયસિંહ જાડેજા, જામનગર જિલ્લા ભાજપ પ્રમુખ વિનુભાઈ ભંડેરી, જામનગર માર્કેટીંગ યાર્ડ ચેરમેન મુકુંદભાઈ સભાયા, ગુજરાત રાજ્ય પ્રાથમિક શિક્ષ સંઘના મહામંત્રી જૈમીનભાઈ પટેલ, સિનિયર ઉપપ્રમુખ વિક્રમસિંહ ગરાસિયા, સુકલભા સુમનિયા, રાજભા જાડેજા મહામંત્રી, ગુજરાત રાજ્ય નગર પ્રાથમિક શિક્ષક સંઘ પ્રમુખ ચંદ્રકાંતભાઈ ખાખરિયા, માધ્યમિક શિક્ષક સંઘ પ્રમુખ મહેશભાઈ મુંગરા તથા નિલેશભાઈ આંબલિયા,જામનગર મહામંડળના હોદ્દેદારો શ્રીરામ સેજપાલ, વજુભા જડેજા તથા યુવરાજસિંહ રાણા તથા બી.આર.સી. મિત્રો, તમામ તાલુકા સંઘના પ્રમુખ અને મંત્રીઓ અને સમગ્ર જિલ્લામાંથી બહોળી સંખ્યામાં શિક્ષક ભાઈઓ-બહેનો ઉપસ્થિત રહી સંગઠનની એક્તાના દર્શન કરાવ્યા હતાં.
આ કાર્યક્રમમાં ઓપીએસ લાભાર્થી શિક્ષકો દ્વારા સંગઠનને રૂ. ૮,પ૧,૦૦૦ નું અનુદાન આપવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં ખૂબ જ સરળ રીતે તજજ્ઞો દ્વારા માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. ઓપીએસના લાભાર્થી તરીકે ધ્રોળ તાલુકા સંઘ પ્રમુખ ગજેન્દ્રસિંહ જાડેજાએ રાજ્ય સંઘનો આભાર માન્યો તથા સમગ્ર કાર્યક્રમનું સંચાલન જાડેજા અમીરાજબા તથા રાજેશભાઈ બારોટ દ્વારા કરવામાં આવ્યું હતું.
જામનગર જિલ્લા પ્રાથમિક શિક્ષક સંઘ દ્વારા સમગ્ર કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું અને તમામ મહેમાનોનું મોમેન્ટો દ્વારા સ્વાગત કરવામાં આવ્યું હતું.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial