Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
વાહન ધીમું ચલાવવાની મુદ્દે મેઘપરમાં પિતા-પુત્રએ કર્યાે હુમલોઃ
જામનગર તા. ૩૦: જામનગરના બેડી રીંગ રોડ પર ભક્તિનગરમાં બે યુવાનના ઝઘડા પછી બંનેના પરિવારજનો બાખડી પડ્યા હતા. બંને પક્ષે હુમલાની સામસામી ફરિયાદ નોંધાવી છે. વાહન ધીમે ચલાવવાનું કહેતા મેઘપરમાં યુવાન પર પિતા-પુત્રએ લાકડી-પાઈપથી હુમલો કર્યાે હતો. શેરીમાં રમવા બાળકો બાબતે બોલાચાલી થયા પછી એક યુવાન પર એક શખ્સે લાકડીથી હલ્લો કર્યાે હતો અને ભાણેજને ગાળો ભાંડવાની ના પાડનાર મામા પર ત્રણ શખ્સ તૂટી પડ્યા હતા અને ગુજરીબજારમાં રેંકડી રાખવાના મુદ્દે બઘડાટી બોલી ગઈ હતી. એક મહિલા તથા તેમની પુત્રી પર મંગલધામ સોસાયટીમાં ચાર વ્યક્તિએ ધોકાથી હલ્લો કર્યાે હતો.
જામનગરના બેડીબંદર રીંગ રોડ પર ભક્તિનગર નજીક વસવાટ કરતા અફસાનાબેન અકબરભાઈ શેખ નામના મહિલાના પુત્ર ફૈઝાનને ત્યાં જ રહેતા હુસેન અલારખા બેલીમના પુત્ર ફૈઝાન સાથે કોઈ બાબતે બોલાચાલી થઈ હતી. આ બાબતની વાતચીત કરવા માટે શુક્રવારે રાત્રે અફસાનાબેન તથા અન્ય વ્યક્તિઓ હુસેનભાઈના ઘેર ગયા ત્યારે વાતચીત દરમિયાન ઉશ્કેરાયેલા હુસેન અલારખા બેલીમ, અલારખા મામદ બેલીમ, વસીમ અલારખા બેલીમે ગાળો ભાંડી લાકડીથી હુમલો કર્યો હતો તેની ફરિયાદ સીટી સી ડિવિઝનમાં કરવામાં આવી છે.
આ ફરિયાદની સામે અલારખા મામદ બેલીમે વળતી ફરિયાદ નોંધાવી છે. જેમાં તેણે જણાવ્યા મુજબ તેમના પૌત્ર ફૈઝાનને સામેવાળા આરીફ અબ્દુલ શેખના પુત્ર સાથે બે દિવસ પહેલા બોલાચાલી થઈ હતી. તે બાબતે શુક્રવારે રાત્રે જ્યારે અલારખાભાઈ વાત કરવા ગયા ત્યારે રેહાન હુસેન સમા, હુસન ઈસુબ સમા, આરીફ અબ્દુલ શેખ નામના ત્રણ શખ્સે પાઈપથી હુમલો કરી માર માર્યો હતો. જેમાં અલારખાભાઈને ગોળામાં ફ્રેક્ચર થઈ ગયું હતું. ત્યારે વસીમ તથા મોઈનુદ્દીનને પણ ઈજા થઈ હતી. પોલીસે બંને ફરિયાદ રજીસ્ટરે લઈ કુલ છ સામે ગુન્હો નોંધ્યો છે.
જામનગર-ખંભાળિયા ધોરીમાર્ગ પર આવેલા લાલપુર તાલુકાના મેઘપર ગામમાં ફટકડીના કારખાનાની સામે રહેતા કિરીટસિંહ મનુભા કેરના ઘર પાસેથી રવિરાજસિંહ ઉમેદસિંહ પીંગળ શનિવારે ફૂલસ્પીડમાં બોલેરો ચલાવીને નીકળતા તેને રોકીને કિરીટસિંહે વધુ સ્પીડમાં વાહન ન ચલાવવાનું કહેતા તેનું મનદુઃખ રાખી રવિરાજસિંહ તથા તેના પિતા ઉમેદસિંહ પીંગળે પાઇપ તથા લાકડીથી હુમલો કરી માર માર્યો હતો.
જામનગરના મયુરનગર વિસ્તારમાં ત્રણ માળીયા આવાસમાં રહેતા જાવિદ ઝીકર ચંગડાનો પુત્ર ગઈકાલે ઘર પાસે ક્રિકેટ રમતો હતો ત્યારે તેની સાથે આઝાદ રઝાક સમાએ બોલાચાલી કરતા જાવિદભાઈ વચ્ચે પડ્યા હતા. તેથી તેમના પર લાકડીથી આઝાદ સમાએ હુમલો કરી માથામાં ઈજા પહોંચાડી હતી.
જામનગરના રણજીત સાગર રોડ પર હર્ષદ મીલની ચાલી નજીક મહાવીરનગરમાં રહેતા જીતેન્દ્ર ચીમનભાઈ બારીયાના ભાણેજને ગઈકાલે રાત્રે જુલીભાઈ બાબુભાઈ ઝાલા નામનો શખ્સ ગાળો ભાંડતો હતો તેને સમજાવવા જતા જીતેન્દ્રભાઈ પર જુલીભાઈ તથા ભભુ બાબુભાઈ, ગૌરવ જનકભાઈ મકવાણાએ ધોકા, છરી, ઈંટથી હુમલો કરી માર માર્યાે હતો.
જામનગરના રણજીત સાગર રોડ પર મંગલધામ સોસાયટીમાં રહેતા દક્ષાબેન ધર્મેશભાઈ હરીયાણીને શેરીમાં રમતા છોકરા બાબતે પાડોશી સાથે બોલાચાલી થયા પછી શનિવારે સાંજે વિક્રમ, સાગર, વિક્રમના ભાઈ તથા એક અજાણ્યા શખ્સે ધોકાથી હુમલો કરી દક્ષાબેનને માર માર્યાે હતો. વચ્ચે પડનાર તેણીની પુત્રીને પણ ઈજા પહોંચાડાઈ હતી. સિટી એ ડિવિઝનમાં તેની ફરિયાદ કરાઈ છે.
જામનગરના કાલાવડ નાકા બહાર આવેલી અલસફા સોસાયટીમાં રહેતા સલમાબેન રફીકભાઈ ઈજારાવાલાને ગઈકાલે સવારે શહેનાઝ ઈસ્માઈલ બીબીવાલા નામના મહિલાએ ફોન કરીને જણાવ્યું હતું કે તારો પુત્ર બિલાલ નાગનાથ નાકા નજીક ભરાતી ગુજરી બજારમાં રેંકડી રાખવા દેતો નથી તેથી ત્યાં ગયેલા સલમાબેન પર ઢીકાપાટુ તથા લોખંડના વજીનીયાએ શહેનાઝબેન અને મદની ઈસ્માઈલ બીડીવાલાએ હુમલો કર્યાે હતો.
આ ફરિયાદની સામે મદની ઈસ્માઈલભાઈએ વળતી ફરિયાદ કરી છે. જેમાં તેણે જણાવ્યા મુજબ ગઈકાલે સોનાપુરીના દરવાજા નજીક રેંકડી હટાવવાનું કહી બિલાલ ઈજારાવાલા, રફીક ઈજારાવાલા, સલમાબેન, ફીરદોશ ઈજારાવાલા અને શકીનાબેને ગાળો ભાંડી ઢીકાપાટુથી માર માર્યાે હતો. વચ્ચે પડનાર મદનીના માતા પર પાઈપથી હુમલો કરવામાં આવ્યો હતો. પોલીસે બંને ફરિયાદ રજીસ્ટરે લીધી છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial