Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
જામનગર ચેમ્બર ઓફ કોમર્સની રજૂઆતો ફળીઃ
જામનગર તા. ૩૦: નિકાસકારોને સેન્ટ્રલ જીએસટી વિભાગ તરફથી લેટર ઓફ અંડરટેકીંગ મેળવવામાં પડતી મુશ્કેલી બાબત જામનગર ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઈન્ડ. દ્વારા રૂબરૂ કરવામાં આવેલ રજૂઆતને સફળતા મળી છે.
નિકાસકારોને જીએસટી વિભાગ તરફથી લેટર ઓફ અન્ડરટેકીંગ મેળવવામાં મુશ્કેલી પડતી હતી. આ અંગે ચેમ્બર ઓફ કોમર્સના પ્રમુખ રમણીકભાઈ પી. અકબરીના નેજા હેઠળ ચેમ્બરના મંત્રી કૃણાલ બી. શેઠ, માનદ સહમંત્રી સી.એ.ભાવિક એચ. ધોળકીયા, જીએસટી પેનલના ચેરમેન પંકજભાઈ વાધર, કસ્ટમ એન્ડ જીએસટી પેનલના ચેરમેન ભરતભાઈ ચૌગાએ જામનગરમાં જીએસટી ડેપ્યુટી કમિશનર હિમાંશુ ગર્ગને રૂબરૂ મળીને આ મુશ્કેલી અંગે રજૂઆત કરી હતી. આથી અધિકારીએ ખાસ ટેકનીકલ ખામી સર્જીત હતી તે દૂર કરવા ખાત્રી આપી હતી જે ક્ષતિ દૂર થઈ જતા નિકાસકારોને લેટર ઓફ અન્ડરટેકીંગ આપવાનું શરૂ થયું છે. આમ ચેમ્બરની રજૂઆતને સફળતા મળી છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial