Advertisement
Author: નોબત સમાચાર

હર્ષદપુરના ખેડૂતોની જમીનો ખાનગી કંપની તથા રેલવે કામ માટે લઈ લેવાની કાર્યવાહીનો ઉગ્ર વિરોધ

અદાલતમાં સુઓમોટો રિવિઝનમાં લેવાની ફરિયાદ

                                                                                                                                                                                                      

ખંભાળીયા તા. ૨૦: દેવભૂમિ દ્વારકા જિલ્લામાં ખંભાળીયાના હર્ષદપુર વિસ્તારમાં આવેલી ૧૦ જેટલા ખેડૂતોની કરોડોની કિંમતની જમીન ખાનગી કંપની તથા રેલવેના કામ માટે વળતર વગર લઈ લેવા તથા કાર્યવાહી થતાં દિવસોથી ચાલતા ઉપવાસ આંદોલનમાં ગઈકાલે મોટી કાર્યવાહીરૂપે ૨૦૦ જેટલા ખેડૂતો, સ્ત્રી,પુરૂષો કે જેમાં અપંગ ખેડૂતોના સંતાનો પણ જોડાયા હતા. તેમણે જિલ્લાતંત્રને આવેદનપત્ર આપીને ખાનગી કંપનીના લાભ માટે મામલતદાર દ્વારા અપાયેલા આ ખોટા હુકમને રદ કરવા તથા ફોજદારી કાર્યવાહી કરીને રેકર્ડને સુઓમોટો રીવીઝનમાં લેવાની ફરિયાદ કરતા ભારે ચર્ચા જાગી છે.

ખંભાળીયાન હર્ષદપુરના રહીશ સુભાષભાઈ દામજીભાઈ નકુમ વિગેરે ખેડૂતો દ્વારા આવેદનપત્ર સાથે આપેલી ફરિયાદમાં જણાવાયેલું હતું કે મામલતદાર દ્વારા ખાનગી કંપનીનો મોટો નાણાકીય લાભ મળે તે માટે ગેરકાયદે હૂકમો કરીને ફોજદારી ગુન્હો કર્યો છે. સરકારનું વહીવટીતંત્ર નતમસ્તક થઈને ખેડૂતોની મિલકત લૂંટવામાં ભાગીદાર બન્યું છે.

પ્રાંત અધિકારીથી નીચેના અધિકારી દ્વારા નોંધ...!!

ખાનગી કંપની પી.પી.પી.ના ધોરણે રેલવે ટ્રેક બનાવી રહી છે તેમાં ખેડૂતોની જમીન પર રેલવે ટ્રેક નખાય તેમાં "બ" વર્ગના ખરાબાની નોંધ ના હોય તો ખેડૂતોની જમીન સંપાદન કરવી પડે તથા કંપનીએ માન્ય વળતર ચૂકવવું પડે જેની ૧૯૮૦માં પ્રાંત અધિકારી દ્વારા પ્રમોલગેશન થયેલ આ જમીનોમાં મામલતદાર દ્વારા ૭-૭-૨૫ના રોજ બ વર્ગના ખરાબાની નોંધ પાડવામાં આવી જેથી કંપનીને  મફતમાં ઉપયોગ માટે વળતર ના આપવું પડે. પ્રમોલગેશન કરનાર પ્રાંત અધિકારીની નોંધમાં તેના ઉપરના જ અધિકારી ફેરફાર કરી શકે, જ્યારે અહીં તેના ઉતરતા મામલતદાર કક્ષાએ હૂકમો કર્યા છે. ૧૯૮૦ના મૂળ રેકર્ડમાં બ વર્ગના ખરાબા જ નથી.

નાયબ કલેકટરે કરેલ નોંધ મામલતદારે કયા નિયમમાં ફેરફાર કરી ? ખેડૂતો જેમની જમીનો આ ટ્રેકમાં આવી તેમને કેમ સાંભળ્યા નહીં ? કેટલાને નોટીસ આપી ? કેટલાને સાંભળ્યા ? લેન્ડ રેવન્યુ કોડને આ કાર્યવાહીમાં કેમ ધ્યાને ન લેવાયો ?

૧૯૧૯ની સાલમાં ફરિયાદી તથા અરજદારોના બાપ દાદાની માલિકીની જમીન તે સમયના વિઠ્ઠલદાસ ઠાકરશીએ મીઠાના પરિવહન માટે રેલવેને આપેલી પણ આ અંગે કોઈ દસ્તાવેજો જ નથી. ૧૦ મીટર રેલવે ટ્રેક નાખવા માટે ૩૦ મીટર જમીન માંગવામાં આવી છે. આમ કેમ ? જુની રેલવે લાઈન તથા હાલ નવી બનનારી બ્રોડગેજની લંબાઈ પહોળાઈની તપાસની પણ માંગ થઈ રહી છે.  મામલતદાર દ્વારા જિલ્લા કલેકટરના હૂકમને બીનખેતીના પણ પુનઃ વિચારણા માટે મોકલેલ છે તે પણ ગેરકાયદે છે.

આવા ગેરકાયદે હૂકમ અંગે દસ્તાવેજો સાથે ઉંડી તપાસ કરીને ગેરકાયદે કાર્યવાહી કરનારાઓ સામે તુરંત કડક પગલા મામલતદારના હૂકમના અમલ સામે સ્ટે લઈ આપવા માંગ કરાઈ છે.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh