Advertisement
Author: નોબત સમાચાર

જિલ્લામાં જુગારના દસ દરોડામાં ૪૪ ઝડપાયા અને ૧૩ મહિલા પણ ઝડપાઈ

                                                                                                                                                                                                      

જામનગર તા. ૨૦: દ્વારકા તાલુકાના મુળવાસર ગામ પાસે જાહેરમાં જુગાર રમાતો હોવાની બાતમીના આધારે એલસીબી પોલીસે દરોડો પાડીને નવ શખ્સને પકડી પાડ્યા હતા.

મુળવાસરમાં વાડીના શેઢા પાસે જાહેરમાં ગંજીપાનાથી જુગાર રમી રહેલા લાલુભા સાજાભા સુમણીયા, કરશનભા ખેંગારભા સુમણીયા, ડાડુભા પત્રામલભા માણેક, રાણાભા વેજાભા માણેક, કાળુભા મોરભા વાઘા, સુનિલભા રાયાભા સુમણીયા, હિતેશ રાયશી માણેક, નગાજણભા રામભા માણેક અને રામસંગભા પ્રાગજીભા સુમણીયાને ઝડપી પાડ્યા હતા. પોલીસે જુગારના સ્થળેથી રૂ.૫૦૨૫૦ની રોકડ રકમ ઉપરાંત નવ નંગ મોબાઈલ અને પાંચ મોટરસાયકલ કબજે કર્યા હતા.

ઓખા રેલવેના ગોડાઉન પાસે જાહેરમાં ગંજીપાનાથી જુગાર રમતા દાઉદભાઈ મામદભાઈ સોઢા અને ઈમ્તિયાઝભાઈ અબ્બાસભાઈ ધાવડાને રૂ.૫૮૦ની રોકડ સાથે પોલીસે ઝડપી લીધા હતા.

કલ્યાણપુર તાલુકાના રાવલ ગામમાં જાહેરમાં સ્ટ્રીટ લાઈટના અજવાળે જુગાર રમાતો હોવાની બાતમીના આધારે પોલીસે દરોડો પાડ્યો હતો અને માલદે અરભમભાઈ ગામી, રમેશ ગોવિંદભાઈ રાઠોડ, પોપટ સુકાભાઈ વાઘેલા અને વિરેન મણીલાલ પોપટને રૂ.૪૧૫૦ની રોકડ સાથે ઝડપી લીધા હતા.

કલ્યાણપુરમાં કબીરનગર વિસ્તારમાં જાહેરમાં જુગાર રમાતો હોવાની બાતમીના આધારે પોલીસે દરોડો પાડ્યો હતો અને જુગાર રમી રહેલા લખમણભાઈ ઉર્ફે મનો બોઘાભાઈ મકવાણા, રાણાભાઈ દેવાભાઈ પરમાર, ઈમરાનભાઈ અબ્બાસભાઈ બ્લોચને રૂ.૮૫૦ની રોકડ સાથે પોલીસે ઝડપી લીધા હતા.

ખંભાળિયામાં વારાહી ચોક વિસ્તારમાં જુગાર રમાતો હોવાની બાતમીના આધારે તા.૧૯ના મધ્ય રાત્રિના પોલીસે દરોડો પાડ્યો હતો. આ સમયે ગંજીપાનાથી ત્રણપત્તીનો જુગાર રમી રહેલા દર્શન પરાગભાઈ ચૌહાણ, હીનાબેન અમિતભાઈ જોષી, અનસુયાબેન મનસુખભાઈ જોષીને પોલીસે ઝડપી લીધા હતા. જ્યારે પાર્થ હકાભાઈ પરમાર અને દીપ અનિલભાઈ ગુસાણી નાસી ગયા હતા. પોલીસે જુગારના સ્થળેથી રૂ.૧૩૨૫૦ની રોકડ કબજે કરી હતી.

ખંભાળિયાના રાવલપાડો વિસ્તારમાં જાહેરમાં જુગાર રમી રહેલા વીજય ઝવેરભાઈ સોલંકી, રવિ છગનભાઈ સોલંકી અને સુનિલ રાજુભાઈ કાંજીયાને રૂ.૧૭૬૦ની રોકડ સાથે પોલીસે ઝડપી લીધા હતા.

ભાણવડના રામેશ્વર પ્લોટમાં કેટલીક મહિલાઓ જુગાર રમતી હોવાની બાતમી મળતા પોલીસે દરોડો પાડયો હતો. આ સમયે ગંજીપાનાથી જુગાર રમી રહેલા મનિષાબેન ખીમજીભાઈ ગોડફાડ, રેખાબેન કિશોરભાઈ કટેશીયા, દેવીબેન રમેશભાઈ ગોડફાડ, દક્ષાબેન ભરતભાઈ મેથાણીયા, લલીતાબેન દેવાણંદભાઈ પીપરોતર, નયનાબેન મયુરભાઈ ગોડફાડ અને ખતીજાબેન અકબરભાઈ બાનવા નામના સાત મહિલાને રૂ.૧૧૫૫૦ની રોકડ સાથે પોલીસે ઝડપી લીધા હતા.

ભાણવડમાં ભીડભંજન મહાદેવના મંદિર પાસે તીનપત્તીનો જુગાર રમી રહેલા વિકાસ મનોજભાઈ ગોદરીયા, રાજેશ ઉર્ફે પ્રકાશ દિનેશભાઈ ચોર્યાસી, જીતેશ જીવણભાઈ ડાંગરને રૂ.૧૬૫૦ની રોકડ સાથે પોલીસે પકડી લીધા હતા.

ભાણવડમાં ભીડભંજન મંદિર પાસે પોલીસે જુગાર રમતા લીલુબેન જીતેશભાઈ ડાંગર, ઉષાબેન દિલીપભાઈ ચનીયારા, મંજુબેન પમાભાઈ વાઘેલાને રૂ.૧૨૩૦ની રોકડ સાથે પોલીસે પકડી લીધા હતા.

ભાણવડમાં ભીડભંજન મંદિર માર્ગે ગંજીપાનાથી જુગાર રમતા મધુબેન ગોપાલભાઈ મલીયા, સીતાબેન ભૂપતભાઈ બેવાસી, હીરલબેન રમેશભાઈ પરમારને રૂ.૧૧૨૦ની રોકડ સાથે પોલીસે ઝડપી પાડ્યા હતા.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh