Advertisement
Author: નોબત સમાચાર

પશ્ચિમ રેલવે દ્વારા મુંબઈમાં રાજકોટના ટ્રેન મેનેજરને "મેન ઓફ ધ મંથ"પુરસ્કાર અપાયો

કર્મચારીની સતર્કતા તથા તંત્રની ત્વરિત કામગીરીના સંદર્ભે

                                                                                                                                                                                                      

રાજકોટ તા. ૨૭: પશ્ચિમ રેલવેના મહાપ્રબંધકે રાજકોટ ડિવિઝનના ટ્રેન મેનેજરને 'મેન ઓફ ધ મંથ' સુરક્ષા પુરસ્કારથી સન્માનિત કર્યા હતા.

રાજકોટ ડિવિઝનના કર્મચારીઓની સતર્કતા અને ત્વરિત કાર્યવાહીથી સંભવિત રેલ દુર્ઘટના ટળી ગઈ. આ પ્રશંસનિય કાર્ય માટે પશ્ચિમ રેલવેના મહાપ્રબંધક (પ્રભારી) પ્રદીપકુમારે મુંબઈ સ્થિત પશ્ચિમ રેલવે મુખ્યાલયમાં આયોજિત સમારોહમાં જગદીશપ્રસાદ બૈરવા, વરિષ્ઠ પેસેન્જર ટ્રેન મેનેજર (મુખ્યાલય, રાજકોટ) ને 'મેન ઓફ ધ મંથ' (જાન્યુઆરી-૨૦૨૫) સુરક્ષા પુરસ્કારથી સન્માનિત કર્યા.

તા. ૧૫ જાન્યુઆરી ૨૬ના જગદીશપ્રસાદ બૈરવા ટ્રેન સંખ્યા ૨૨૯૬૯ ઓખા-બનારસ એકસપ્રેસમાં ફરજ પર હતા. ભાટેલ અને ખંભાળીયા સ્ટેશનો વચ્ચે કિલોમીટર સંખ્યા ૮૯૫/૦૭ અને ૮૯૫/૦૫ની વચ્ચે ટ્રેનમાં અસામાન્ય ઝટકો અનુભવાયો હતો. પરિસ્થિતિ ની ગંભીરતા સમજીને તેમણે તત્પરતા દાખવી સંબંધિત સ્થળને ચિન્હિત કર્યું અને તરત જ સંબંધિત અધિકારીઓને જાણ કરી. લોકો પાઈલટનો સંપર્ક કરી અસામાન્ય ઝટકાની પુષ્ટિ કર્યા બાદ તેમણે ખંભાળીયા સ્ટેશનના સ્ટેશન માસ્તરને જાણ પણ કરી હતી, જેના કારણે તાત્કાલિક જરૂરી કાર્યવાહી સુનિશ્ચિત થઈ શકી. જાણ મળતાની સાથે જ સ્ટેશન માસ્તર, ખંભાળીયા દ્વારા ઓપરેટિંગ અને એન્જિનિયરિંગ વિભાગના સંબંધિત કર્મચારીઓને વાકેફ કરવામાં આવ્યા હતા. એન્જિનિયરિંગ વિભાગની ટીમ દ્વારા સ્થળ નિરીક્ષણ કરવામાં આવતા સંબંધિત સ્થળ પર રેલવેલ્ડ ફ્રેકચર જોવા મળ્યું હતું, જે ગંભીર અકસ્માતનું કારણ બની શકતું હતું. સુરક્ષાને સર્વોચ્ચ અગ્રતા આપીને તે સેકશન પર તાત્કાલિક ૨૦ કિ.મી. પ્રતિ કલાકનો સાવચેતી આદેશ લાગુ કરવામાં આવ્યો હતો અને જરૂરી સમારકામ બાદ રેલ સંચાલન પૂર્ણ સુરક્ષા સાથે ફરી શરૂ કરવામાં આવ્યું હતું.

શ્રી બૈરવાની સતર્કતા, જવાબદારી અને નિષ્ઠાને કારણે એક સંભવિત ગંભીર અકસ્માત ટળી ગયો, જેનાથી મુસાફરોની સુરક્ષા સુનિશ્ચિત થઈ અને રેલવે મિલકત તેમજ રેલ સંચાલનને સંભવિત નુકસાનથી બચાવી શકાયુ હતું.

રાજકોટ ડિવિઝનલ રેલ પ્રબંધક ગિરિરાજકુમાર મીનાએ જગદીશપ્રસાદ બૈરવાને પુરસ્કાર પ્રાપ્ત કરવા બદલ અભિનંદન પાઠવતા જણાવ્યુ હતું કે બૈરવા દ્વારા પ્રદર્શિત સતર્કતા, જવાબદારી અને નિષ્ઠા રેલવે કર્મચારીઓ માટે એક પ્રેરણાદાયક ઉદાહરણ છે. તેમની સજાગતાથી સંભવિત અકસ્માત ટળવો તે દર્શાવે છે કે સુરક્ષા પ્રત્યેની પ્રતિબદ્ધતા જ સુરક્ષિત રેલ સંચાલનનો પાયો છે. આવા સમર્પિત પ્રયાસો ભારતીય રેલવેની સુરક્ષા સંસ્કૃતિને વધુ મજબૂત બનાવે છે.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh