Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
પરંપરા હરેક યુગ કી હમ નિભાયેંગે, અગ્નિ મેં ધર્મ કી અધર્મ કો જલાએંગે...
'છોટીકાશી' જામનગરમાં શાક માર્કેટ વિસ્તારમાં ભોઈ જ્ઞાતિ સમસ્ત જામનગર દ્વારા છેલ્લા સાત દાયકાથી વિરાટ હોળીનું દહન કરવામાં આવે છે.જે પરંપરા અંતર્ગત તા. ૨/૩/૨૦૨૬ ને સોમવારે ૭૦ માં વર્ષે હોલિકા મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે. રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝનાં ધનરાજ નથવાણી હોલિકા મહોત્સવનાં મુખ્ય પ્રાયોજક તરીકે જોડાયા છે. કન્વીનર હર્ષ નિતીનભાઇ મહેતા અને તેમનાં ગ્રુપ દ્વારા ૨૫ ફૂટથી પણ ઉંચા અને ૩ થી ૪ ટન વજન ધરાવતા હોલિકાનાં પૂતળાનું ભરતભાઇ ગોંડલીયાનાં માર્ગદર્શન તથા પી.ઓ.પી. આર્ટીસ્ટ રમેશભાઇ જેઠવાની કલાસેવા સાથે નિર્માણ કરવામાં આવે છે. ભોઈ સમાજનાં હોદ્દેદારો તથા સમાજનાં તમામ લોકો વિવિધ જવાબદારીઓ ઉપાડી લઇ આ આયોજનને સફળ બનાવવા પરીશ્રમ કરી રહૃાા છે. આ હોળીમાં હોલિકાનાં સૌથી મોટી પૂતળાનું દહન કરવામાં આવે છે અને રાજ્યની સૌથી વિરાટ હોળી તરીકે ખ્યાતિ પામેલ ભોઈ સમાજનાં હોલિકા મહોત્સવમાં મુખ્ય અતિથિ વિશેષ તરીકે સાંસદ પૂનમબેન માડમ તથા અતિથિ વિશેષ તરીકે ધારાસભ્યો દિવ્યેશભાઇ અકબરી અને રીવાબા જાડેજા ઉપરાંત અતિથિ તરીકે વિવિધ સત્તાધીશો તથા અનેક મહાનુભાવો ઉપસ્થિત રહેશે તથા રાત્રે ૮:૩૦ કલાકે હોલિકા દહનનાં આરંભે હજારોની મેદની ઉમટી પડશે. આ હોળીમાં પ્રહલાદની પ્રતિમાને હોલિકાની ગોદમાં મૂકી પછી અગ્નિમાંથી બચાવી લેવાની દિલધડક નાટ્ય પ્રસ્તુતિ પણ થાય છે જેને નિહાળવા લોકો ખાસ અહીં એકઠા થાય છે. હોળીને હવે ગણતરીનાં દિવસ બાકી છે ત્યારે ભોઈ સમાજનાં લોકો હોલિકાનાં વિરાટ પૂતળાનું નિર્માણ પૂર્ણ કરવાની સાથે તમામ સંલગ્ન આયોજનને અંતિમ ઓપ આપવા પરીશ્રમરત છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial