Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
પંજાબમાં તેના ગામમાંથી ઝડપાયોઃ
જામનગર તા. ૨૩: મેઘપરના પોલીસ સ્ટેશનમાં પંદર વર્ષ પહેલાં નોંધાયેલા એક ગુન્હામાં સંડોવાયા પછી નાસી ગયેલા પંજાબ રાજ્યના આરોપીને મેઘપર પોલીસે પંજાબમાં તેના ગામમાંથી દબોચી લીધો છે.
લાલપુર તાલુકાના મેઘપર પોલીસ મથકમાં વર્ષ ૨૦૧૧માં પૂર્વયોજિત કાવતરૂ રચી છેતરપિંડી આચરવા અંગે એક ગુન્હો નોંધાયો હતો. જેમાં આરોપી તરીકે પંજાબના તરનતારન જિલ્લાના ચકસીકંદર ગામના ગુરૂભેજસિંઘ મુકતારસિંઘ નામના શખ્સની સંડોવણી જાહેર થઈ હતી.
ત્યારપછી આ શખ્સ પોલીસને હાથતાળી આપતો હતો. તેના સગડ દબાવી રહેલી મેઘપર પોલીસે પંદર વર્ષ પછી આ આરોપીને તેના ગામમાંથી પકડી પાડ્યો છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial