Advertisement
Author: નોબત સમાચાર

જામનગરમાં મુખ્ય પોસ્ટ ઓફિસમા ફરી બોમ્બની ધમકીથી થઈ દોડધામ

જામનગર-ખંભાળિયા પો.ઓ.ની ધમકીઓ નીકળી અફવાઃ

                                                                                                                                                                                                       

જામનગર તા. ૧૧: જામનગરમાં ચાંદીબજાર નજીક આવેલી મુખ્ય પોસ્ટ ઓફિસને ગઈકાલે ફરીથી બોમ્બની ધમકી મળતા સુરક્ષા તંત્રમાં દોડધામ મચી ગઈ હતી. ડોગ સ્ક્વોડ અને બોમ્બ સ્ક્વોડ સહિતનો સુરક્ષા કાફલો પોસ્ટ ઓફિસ દોડી ગયો હતો અને સઘન તપાસ કરી હતી. આખરે કંઈ વાંધાજનક ન મળતા સૌએ રાહતનો શ્વાસ લીધો હતો.

ઉલ્લેખનિય છે કે, આવો જ ઘટનાક્રમ દેવભૂમિ દ્વારકા જિલ્લાના મુખ્યમથક ખંભાળિયાની પોસ્ટ ઓફિસમાં પણ સર્જાયો હતો. બોમ્બની ધમકી પછી સુરક્ષાકર્મીઓએ ચેકીંગ કરતા કોઈ વાંધાનજક વસ્તુ મળી ન હતી.

અત્રે એ પણ નોંધનીય છે કે, થોડાદિવસ પહેલા પણ જામનગરની મુખ્ય પોસ્ટ ઓફિસમાં બોમ્બની ધમકી મળતા ચેકીંગ હાથ ધરાયું હતું અને કંઈ જ વાંધાજનક મળ્યું ન હતું. જે પછી આ સૂચનાફક્ત સુરક્ષાની પોસ્ટ ઓફિસ માટે હોવાની અને ભૂલથી અનેક પોસ્ટ ઓફિસને પહોંચી ગઈ હોવાનું બહાર આવ્યું હતું.

આમ છેલ્લા ૧પ દિવસમાં બે વખત જામનગરની મુખ્ય પોસ્ટ ઓફિસમાં બોમ્બની ધમકી મળ્યાની ઘટના આખરે અફવા સાબિત થઈ છે.

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh