Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
પાલખી યાત્રામાં અનુયાયીઓ-જૈન સમાજ જોડાયાઃ
ગોંડલ સંપ્રદાયના આચાર્ય પૂ. જશાજી સ્વામી પરિવારના સમય પ્રભાદિવ્યા ગુરુણીના સુશિષ્યા પૂ. મંજુલાબાઈ મહાસતીજી ૮ર વર્ષની વયે (પ૧ વર્ષના દીક્ષા પર્યાય સહિત) તા. ૧૧/૪ ને શનિવારે વારિયાના ડેલા ઉપાશ્રય જામનગરમાં કાળધર્મ પામ્યા હતાં. જામનગરમાં માતા ધીરજબેન તથા પિતા લીલાધર ઠાકરશી વારિયાના ગૃહે જન્મ લેનાર મંજુલાબેને ૩૧ વર્ષની વયે દીક્ષા અંગીકાર કરી હતી. એમ્બીવેલીમાં બિરાજીત પૂ. ધીરગુરુદેવે ગુણાંજલિમાં સંયમ જીવનની અનુમોદના કરી હતી. ૮૨ વર્ષની વયે કાળધર્મ પામનાર પૂ. મંજુલાબાઈ મહાસતીજીની પાલખીયાત્રા વારિયાના ડેલા ઉપાશ્રયથી ચાંદીબજાર, રતનબાઈ મસ્જિદ થઈ સ્મશાને પહોંચી હતી. પાલખી યાત્રામાં મહાસતીજીની અનુયાયીઓ તથા બહોળી સંખ્યામાં જૈન સમાજના લોકો જોડાયા હતાં.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial