Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
બંને અપમૃત્યુની પોલીસ દ્વારા તપાસઃ
જામનગર તા. ૧: જામનગરના બેડી વિસ્તારમાં વીજ કંપનીના થાંભલા પર ગઈકાલે સમારકામ માટે ચઢેલા એક યુવાનને વીજ આંચકો ભરખી ગયો છે. જ્યારે ભાણવડના આંબરડી ગામમાં વૃદ્ધને હૃદયરોગનો હુમલો આવ્યો છે.
જામનગરના બેડી વિસ્તારમાં આવેલા ખારી પ્લોટમાં વસવાટ કરતા હારૂનભાઈ સુલેમાનભાઈ કકલ (ઉ.વ.૪૭) નામના યુવાન ગઈકાલે બપોરે ખારી વિસ્તારમાં આવેલા વીજ કંપનીના એક થાંભલા પર સમારકામ માટે ચઢ્યા હતા.
ઈલેકટ્રીકને લગતું કામકાજ કરતા આ યુવાન થાંભલા પર હતા ત્યારે કોઈ રીતે તેઓને વીજ આંચકો લાગતા પછડાયા હતા. આ યુવાનનું મૃત્યુ નિપજ્યાનું તેમના મોટાભાઈ અબ્બાસભાઈ કકલે પોલીસ સમક્ષ જાહેર કર્યું છે.
દેવભૂમિ દ્વારકા જિલ્લાના ભાણવડ તાલુકાના આંબરડી ગામમાં રહેતા જમનભાઈ ચનાભાઈ કણઝારીયા (ઉ.વ.૭પ) નામના વૃદ્ધ ગઈકાલે સવારે પોતાના ઘરે હતા ત્યારે તેઓને હૃદયરોગનો હુમલો આવ્યો હતો. આ વૃદ્ધનું મૃત્યુ નિપજ્યું છે. તેમના પુત્ર શૈલેષભાઈ કણઝારીયાએ પોલીસને જાણ કરી છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial