Advertisement
Author: નોબત સમાચાર

જામનગરમાં ફુડ શાખા દ્વારા ફરાળી ખાદ્ય ચીજોના ૧૭ નમૂના મેળવી પૃથ્થકરણ માટે લેબમાં મોકલાયાઃ બે પેઢી સામે કાર્યવાહી

શ્રાવણ માસ-ધાર્મિક તહેવારોને લઈને મહાનગરપાલિકાની કામગીરીઃ

                                                                                                                                                                                                      

જામનગર તા. ૪: જામનગર મહાનગરપાલિકાની ફુડ શાખા દ્વારા ગત સપ્તાહમાં ફરાળી ખાદ્ય પદાર્થોના ૧૭ નમુના લેવામાં આવ્યા હતા. અને તેને પૃથ્થકરણ માટે લેબોરેટરીમાં મોકલવામાં આવ્યા છે. અન્ય બે પેઢીના નમુના સબ સ્ટાન્ડર્ડ જાહેર થતાં તેમની પાસેથી પેનલ્ટી વસૂલવામાં આવી છે. જ્યારે ઉપરાંતની અન્ય  બે પેઢી સામે નિયમોનુસાર કાર્યવાહી કરવામાં આવી છે.

જામનગર મહાનગરપાલિકાની ફુડ શાખાના અધિકારીઓની ટીમ દ્વારા ગત સપ્તાહ દરમિયા ફરાળી ખાદ્ય  ચીજોના નમુના લેવાની કામગીરી કરવામાં આવી હતી. જેમાં ખેતેશ્વર સ્વીટ એન્ડ નમકીનમાંથી કેળાની વેફર (લુઝ) અને ફરાળી ચેવડો (લુઝ), સંતોષ સ્વીટ એન્ડ નમકીનમાંથી તીખો મીઠો ફરાળી ચેવડો (લુઝ), ગણેશ સ્વીટ એન્ડ નમકીનમાંથી ફરાળી સ્વીટ ચેવડો અને તીખો ફરાળી ચેવડો, ગોવર્ધન ચેવડાવાલા માંથી ફરાળી ભાખરવડી, ફરાળી કચોરી, અને ફરાળી ફૂલવડી, મેહુલ ફરસાણમાંથી ફરાળી તીખો ચેવડો, જય ભવાની સ્વીટ એન્ડ નમકીન માટે ફરાળી વેફર, શ્રી સંતોષ સ્વીટ એન્ડ નમકીનમાંથી મીઠો ફરાળી ચેવડો, નેશનલ વેફર એન્ડ નમકીનમાંથી ફરાળી સેવ, અંબિકા ડેરી પ્રોડક્ટમાંથી રાજગરા ફરાળી ચેવડો, કમલેશ ડેરી એન્ડ સ્વીટમાંથી ફરાળી ચેવડો, ચોઇસ સ્વીટ - નમકીનમાંથી ફરાળી ચકરી, શ્રી લક્ષ્મી સ્વીટ એન્ડ ફરસાણ માર્ટમાંથી ફરાળી ચેવડો અને ફરાળી ભાખરીના નમુના લેવાયા હતા અને પથ્થક્કરણ માટે લેબોરેટરીમાં મોકલવામાં આવ્યા છે.

જામનગર મહાનગરપાલિકાના કમિશનર ડી એન મોદીની સૂચનાથી શહેરના અલગ અલગ વિસ્તારમાં ફાસ્ટ ફૂડ, હોટલ, રેસ્ટોરન્ટમાં રૂબરૂ ઇન્સ્પેક્શન કરી સાફ-સફાઈ અને સ્વચ્છતા રાખવા, સમયસર પેસ્ટ કંટ્રોલ કરાવી લેવા, પેઢીના કર્મચારીને સર્ટિફિકેટ મેળવી લેવા, ખાદ્ય પદાર્થ ઢાંકીને રાખવા, વાસી ખોરાક નહીં રાખવા., મેનુ થતા બોર્ડમાં વેજીટેરિયનનું ગ્રીન સિમ્બોલ લગાડવા બાબતે સૂચના આપવામાં આવી હતી. તેમાં રાધે રાધે રેસ્ટોરન્ટને સાફ સફાઈ અને સ્વચ્છતા તેમજ હાઇજેનિક કન્ડિશન અન્વયે સૂચના આપવામાં આવી હતી, ઓ ટુ રેસ્ટ્રો એન્ડ કાફેમાં તપાસ દરમિયાન પાંચ કિલો મન્ચુરીયન., ૩ કિલો બોયલ બટેટા અને એક કિલો પાંવભાજી અનહાઇજેનિક જણાતા તેનો નાશ કરવામાં આવ્યો હતો અને સાફ-સફાઈ અને સ્વચ્છતા જાળવવા તેમજ હાઇજેનિક કન્ડિશન મેન્ટેન કરવા સૂચના આપવામાં આવી હતી. જ્યારે આદિત્ય રેસ્ટોરન્ટમાં પણ વાસી ખોરાક નહીં રાખવા અને સ્વચ્છતા જાળવીને હાઇજેનિક કન્ડિશન મેન્ટેન કરવા સૂચના આપવામાં આવી હતી.

સત્યમ રોડ પરની જય ગોપાલ ડેરીમાંથી લીધેલા મિક્સ દૂધના નમુના સબ સ્ટાન્ડર્ડ જાહેર થતાં નિયમ મુજબ કાર્યવાહી કરવામાં આવનાર છે. જ્યારે સુભાષ માર્કેટ માર્ગે પર આવેલી ભાનુશાલી મહેન્દ્રકુમાર એન્ડ બ્રધર્સ માંથી લેવામાં આવેલ ધાણાજીરૃં પાવડર અને નમુના અનસેઈફ જાહેર થતા કોર્ટમાં કેસ કરવામાં આવ્યો છે.

ઉપરાંત મહાકાલેશ્વર ડેરી (ગોકુલ નગર) માંથી લીધેલ દહીં ના નમુનો સબ સ્ટાન્ડર્ડ જાહેર થતાં રૂ.૨૦,૦૦૦ ની પેનલ્ટી તેમજ કિસાન મસાલા સિઝન સ્ટોરમાંથી લીધેલ હળદર પાવડરનો નમુનો અનસેફ. જાહેર થતાં તેના સંચાલક પાસે થી રૂ. ૨૫,૦૦૦ની પેનલ્ટી વસૂલવામાં આવી હતી.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh