ચિરવિદાય

જામનગરઃ પ્રવિણચંદ્ર જમનાદાસ તન્ના (ઉ.વ. ૮૪), તે સ્વ. વેલજી ખેરાજ જોબનપુત્રા (મોટી વેરાવળ) ના જમાઈ તથા મુકેશભાઈ, કિશોરભાઈ, રાજેશભાઈ, વિજયભાઈના પિતા તથા અર્પિતા, નિરાલી, દિપેશ, મનીષના દાદા તથા દિપકભાઈ, મનસુખભાઈ, કાન્તાબેન, નિમુબેનના ભાઈનું તા. રર ના અવસાન થયું છે. સદ્ગતની પ્રાર્થનાસભા તથા પિયરપક્ષની સાદડી તા. રપ-૯-ર૦રપ, ગુરૂવારના સાંજે ૪ થી ૪.૩૦ વાગ્યા દરમિયાન પાબારી હોલ, તળાવનીપાળ, જામનગરમાં રાખખવામાં આવી છે.

ખંભાળીયા નિવાસી શ્રી ઔૈ.ગો. શ્રીનાથદાદા તડ નરેન્દ્રકુમાર નાનાલાલ વ્યાસ (ઉ.વ. ૭પ) (નિવૃત્ત જીઈબી કર્મચારી), તે સ્મિતાબેનના પતિ તથા રાહુલભાઈ વ્યાસ (શ્રેય લેબોરેટરી), રાખીબેન રૂપેશકુમાર જોશીના પિતા તથા દર્શનાબેન રાહુલભાઈ વ્યાસ, ડો. રૂતેશકુમાર મનહરલાલ જોશીના સસરા તથા રાજુભાઈ, વિજયભાઈ, માલતીબેન મહેતા, નીરૂબેન મહેતા, નીરૂબેન વ્યાસના ભાઈ તથા બિપીનભાઈ, ચંદ્રકાન્તભાઈના બનેવીનું તા. ર૩-૯-ર૦રપ ના અવસાન થયું છે. સદ્ગતની પ્રાર્થનાસભા તા. ર૪-૯-ર૦રપ, બુધવારના સાંજે ૪ થી ૪.૩૦ વાગ્યા દરમિયાન જલારામ મંદિર, ખંભાળીયામાં રાખવામાં આવી છે.

જામનગરઃ બરોડા નિવાસી અને મૂળ બેરાજા બારાડી ગામના વતની સ્વ. ભાણજીભાઈ મથુરાદાસ મોદીના પુત્ર કિરીટભાઈ (ઉ.વ. પ૮), તે દિલીપભાઈ, શૈલેષભાઈ, પ્રેમિલાબેન, રંજનબેન, શિલ્પાબેનના ભાઈ તથા મેહુલ, ઓમના પિતા તથા જય દિલીપભાઈ મોદીના મોટા પપ્પા શ્રીજીચરણ પામેલ છે. સદ્ગતની પ્રાર્થનાસભા તા. રપ-૯-ર૦રપ, ગુરૂવારના સાંજે ૪ થી પ વાગ્યા દરમિયાન જલારામ મંદિર, મુ.બેરાજામાં રાખવામાં આવી છે.

મૂળ જાંબુડા નિવાસી હાલ મોરબી ઔદિચ્ય સહસ્ત્ર ઝાલાવાડી બ્રાહ્મણ શ્રી મુકુંદરાય જગન્નાથ દવે (ઉ.વ. ૯૩), તે નરેશભાઈ મુકુંદરાય દવે, ઈશ્વરભાઈ મુકુંદરાય દવે, ગૌતમભાઈ મુકુંદરાય દવે તથા કૃષ્ણકાંત મુકુંદરાય દવેના પિતાનું તા. ર૩-૯-ર૦રપ ના અવસાન થયું છે. સદ્ગતનું બેસણું તા. રપ-૯-ર૦રપ, ગુરૂવારના સાંજે ૪ થી ૬ વાગ્યા દરમિયાન સિદ્ધિવિનાયક પાર્ક, શ્રી સર્વેશ્વર મહાદેવ મંદિર, રવાપર ધુનડા રોડ, મોરબીમાં રાખેલ છે.

close
Ank Bandh