Advertisement
Author: નોબત સમાચાર

રાજસ્થાનમાં ટ્રક અકસ્માત થતા ૨૦૦ સિલિન્ડરના વિસ્ફોટમાં એક મૃત્યુઃ બે ગંભીરઃ ગભરાટ ફેલાયો

આગ કાબૂમાં: ડે.સી.એમ. ઘટનાસ્થળેઃ તપાસના આદેશ

                                                                                                                                                                                                      

જયપુર તા.૮: જયપુર-અજમેર હાઇવે પર ટેન્કર અને એલપીજી ટ્રક વચ્ચે જોરદાર ટક્કર થતા ૨૦૦ સિલિન્ડર ધડાકા સાથે ફાટ્યા હતા, જેમાં એક વ્યક્તિનું મૃત્યુ થયું છે અને બે વ્યકિત ગંભીર રીતે ઘાયલ થઈ છે. ટેન્કરના ડ્રાઇવરે અચાનક પોતાનું વાહન ઢાબા તરફ વાળી દીધું ત્યારે સિલિન્ડર ભરેલા ટ્રક સાથે ટેન્કર ટકરાયું હતું ટક્કર પછી આગ લાગવાને કારણે લગભગ ૨ કલાક સુધી સિલિન્ડર ફાટતા રહૃાા હતાં.

ગત મોડી રાત્રે રાજસ્થાનમાં જયપુર-અજમેર હાઇવે પર એક મોટો અકસ્માત થયો હતો. એલપીજી સિલિન્ડરો ભરેલા ટ્રક અને એક ટેન્કર વચ્ચે ભીષણ ટક્કર થઈ હતી. ટક્કર એટલી જોરદાર હતી કે ટ્રકમાં આગ લાગી ગઈ, જેના પછી ટ્રકમાં રાખેલા એક પછી એક લગભગ ૨૦૦ સિલિન્ડર ધડાકા સાથે ફાટ્યા. અકસ્માતમાં એક વ્યક્તિનું મૃત્યુ થયું છે, અને બે વ્યકિત ગંભીર ઘાયલ થયા હોવાના અહેવાલો છે.

વિસ્ફોટ એટલો ભયાનક હતો કે દૂર દૂર સુધી તેના અવાજ સંભળાયા હતા. આ માર્ગ અકસ્માત રાષ્ટ્રીય ધોરીમાર્ગ પર ચાલી રહેલા આરટીઓ ચેકિંગને કારણે થયો હતો. આરટીઓ ચેકિંગથી બચવા માટે ટેન્કરના ડ્રાઇવરે અચાનક પોતાનું વાહન ઢાબા તરફ વાળી દીધું. આ દરમિયાન ટેન્કરની ટક્કર સિલિન્ડર ભરેલા ટ્રક સાથે થઈ, જેના કારણે આ ગંભીર ઘટના બની હતી.

ટક્કર પછી આગ લાગવાને કારણે લગભગ ૨ કલાક સુધી સિલિન્ડર ફાટતા રહૃાા, જેના કારણે આસપાસના લોકોમાં ભારે ગભરાટ ફેલાયો હતો. ફાયર બ્રિગેડની ગાડીઓએ સખત પ્રયત્નો પછી આગ પર કાબૂ મેળવ્યો હતો.

સીએમએચઓ જયપુર-૧ રવિ શેખાવતે માહિતી આપી કે અકસ્માતગ્રસ્ત વાહનના ડ્રાઇવરને પ્રાથમિક સારવાર માટે નજીકની હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યો છે. જોકે બંને ટ્રકના ડ્રાઇવર અને ક્લીનર ગુમ હોવાનું પણ જણાવવામાં આવ્યું છે. આ મામલે રાજ્યના મુખ્યમંત્રી ભજનલાલ શર્માએ તપાસના નિર્દેશ આપ્યા છે. ઉપરાંત નાયબ મુખ્યમંત્રીએ પણ ઘટનાસ્થળની મુલાકાત લીધી હતી અને માહિતી આપી હતી કે સ્થિતિ હાલમાં નિયંત્રણમાં છે.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh