Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
દેશવ્યાપી અમલની તૈયારીઃ
નવી દિલ્હી તા. ૨૩: કોંગ્રેસે વોટ ચોરી પકડવા દેશવ્યાપી બુથ રક્ષક પ્રોજેકટ શરૂ કર્યો છે, જેની ૪ રાજયોથી શરૂઆત કરી છે.
લોકસભામાં વિપક્ષ નેતા રાહુલ ગાંધીએ વોટ ચોરી અભિયાન બાદ હવે ચાર રાજ્યોની કુલ પાંચ લોકસભા બેઠક પર બૂથ રક્ષક યોજનાની શરૂઆત કરી છે.
કોંગ્રેસ આ પાયલોટ પ્રોજેક્ટ હેઠળ પાયાના સ્તરે પક્ષના કાર્યકરોને ટ્રેનિંગ આપશે. જેથી તેઓ જુદા-જુદા વિસ્તારમાં મતદારોની યાદીમાં ગરબડ અને અનિયમિતતાઓ બહાર લાવી શકશે.
બૂથ રક્ષક યોજનાના પાયલોટ પ્રોજેક્ટ હેઠળ પક્ષે ચાર રાજ્યોની પાંચ લોકસભા બેઠકની પસંદગી કરી છે. જેમાં રાજસ્થાનના અલવર અને જયપુરની ગ્રામીણ બેઠક સામેલ છે.
આ ઉપરાંત મધ્યપ્રદેશના મુરૈના, છત્તિસગઢના જાંજપુર-ચાંપા અને ઉત્તર પ્રદેશના બાંસગાંવની બેઠક સામેલ છે. આ બેઠક પર કોંગ્રેસના ઉમેદવાર ૨૦૨૪ની લોકસભા ચૂંટણીમાં નજીવા માર્જિનથી હાર્યા હતા. કોંગ્રેસની આ યોજના વોટ ચોરીના અભિયાનનો જ એક ભાગ છે.
આ પાયલોટ પ્રોજેક્ટ હેઠળ, પ્રત્યેક બૂથ રક્ષક ૧૦ બૂથનો હવાલો સંભાળશે. દસ બૂથ-લેવલ એજન્ટ પણ તેમના હેઠળ કામ કરશે. આ પાયલોટ પ્રોજેક્ટની સફળતા સુનિશ્ચિત કરવા માટે પાર્ટીએ કેન્દ્રીય સ્તરે પાંચ સભ્યોની ટીમ પણ બનાવી છે.
મીડિયા રિપોર્ટ અનુસાર, બૂથ રક્ષકોએ પોતપોતાના વિસ્તારોમાં પાયાના સ્તરે કામ કરવાનું શરૂ કરી દીધું છે. આ ટીમો બૂથ સ્તરે જઈ મતદાર યાદીઓની સંપૂર્ણ સમીક્ષા અને સુધારણા પર નજર રાખી રહી છે. કોંગ્રેસના સૂત્રોને ટાંકીને અહેવાલમાં જણાવાયું છે કે ટીમ મતદાર યાદીમાં થયેલી અનિયમિતતાઓનો ડેટા એકત્રિત કરી રહી છે, જે વધુ તપાસ માટે કોંગ્રેસ હાઇકમાન્ડને સુપરત કરવામાં આવશે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial