Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
ક્રેઈનનું હુંક તૂટતા શ્રમિક પર કાળ ત્રાટક્યોઃ
જામનગર તા. ૧૧: લાલપુર તાલુકાના નવાગામની સીમમાં ચાલતા બેટરી પ્લાન્ટના કામ પર ગઈકાલે સર્જાયેલા અકસ્માતમાં એક પરપ્રાંતીય શ્રમિકનું મૃત્યુ નિપજ્યું છે. મૃતક ત્યાં ઉભા હતા ત્યારે ક્રેઈનનો હુંક તૂટતા તેમના પર વજનદાર બુમલીફ્ટ મોત બની ત્રાટકી હતી. જામનગર-ખંભાળિયા ધોરીમાર્ગ પર આવેલા મોટી ખાવડી ગામમાં વસવાટ કરતા મૂળ ઉત્તરપ્રદેશના બુલંદ શહેરના યુનીસપુરના વતની અશોકકુમાર અમોલાકસિંગ (ઉ.વ.૩૧) નામના યુવાન લાલપુર તાલુકાના નવાગામની સીમમાં ચાલી રહેલા બેટરી પ્લાન્ટમાં ગઈકાલે કામ પર હતા.
આ વેળાએ સવારના સમયે બુમલીફ્ટ પાસે અશોકકુમાર ઉભા હતા ત્યારે ઉપર ચઢેલી ક્રેઈનનો હુંક કોઈ રીતે તૂટતા બુમલીફ્ટ ત્રાટકી હતી અને નીચે ઉભેલા અશોકકુમાર પર ખાબકી હતી. આ અકસ્માતમાં માથા સહિતના શરીરના અન્ય ભાગોમાં ગંભીર ઈજા પામેલા અશોકકુમારનું મૃત્યુ નિપજ્યું છે. સાથે કામ કરતા તૌકીર અલીમુદ્દીન અંસારીએ પોલીસને જાણ કરી છે. મેઘપર પોલીસે અપમૃત્યુ અંગે નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial