Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
સ્થળ પરથી ત્રણ યુવતીને મુક્ત કરાવતી પોલીસઃ રોકડ સહિતનો મુદ્દામાલ ઝબ્બેઃ
જામનગર તા. ૧૦: જામનગરના અંધાશ્રમ આવાસના એક બ્લોકમાં મહિલા દ્વારા કૂટણખાનુ ચલાવાતું હોવાની બાતમી પરથી ગઈકાલે જામનગર શહેરના ડીવાયએસપીની ટીમે દરોડો પાડ્યો હતો. તે સ્થળેથી કૂટણખાનુ ચલાવતા પ્રૌઢા મળી આવ્યા હતા. તેઓએ પુરૂષોને સુખ આપવા માટે રાજકોટ, અમદાવાદથી બોલાવેલી ત્રણ યુવતીઓને પોલીસે મુક્ત કરાવી છે. તે સ્થળેથી કોન્ડોમના ૫૦૨ પેકેટ અને રૂ.૬૩૦૦ની રકમ કબજે કરવામાં આવી છે.
જામનગરના ભાગોળે આવેલા અંધાશ્રમ નજીકના ત્રણ માળીયા આવાસમાં એક મહિલા દ્વારા લોહીનો વ્યાપાર ચલાવાતો હોવાની બાતમી મળતા ગઈકાલે સિટી ડીવાયએસપી જયવીરસિંહ એન. ઝાલાના વડપણ હેઠળ રીડર પીએસઆઈ ટી.ડી. બુડાસણા તથા તેઓની ટીમે સાંજે સાડા છએક વાગ્યે ત્રણ માળીયા આવાસના બ્લોક નં.૪૫માં દરોડો પાડ્યો હતો.
આ સ્થળે પોલીસે ચકાસણી કરતા એક પ્રૌઢા દ્વારા સંચાલિત કૂટણખાનુ મળી આવ્યું હતું. આ પ્રૌઢા પુરૂષ ગ્રાહકોને બોલાવી તેઓને સુખ આપવાની વ્યવસ્થા ગોઠવી આપી રૂ.૧ હજાર ઉઘરાવતા હોવાની વિગતો ખૂલી છે. તે સ્થળેથી રાજકોટ તથા અમદાવાદની ત્રણ યુવતી પણ મળી આવી છે. આ યુવતીઓને પુરૂષ ગ્રાહકો માટે બોલાવી સંચાલિકા પ્રૌઢા રૂ.૧ હજાર લઈ તેમાંથી પોતાનું કમીશન કાપી આ યુવતીઓને બાકીની રકમ આપી વ્યવસ્થિત રીતે લોહીનો વ્યાપાર ચલાવતી હોવાનું પ્રાથમિક તબક્કે બહાર આવવા પામ્યું છે.
સ્થળ પરથી પોલીસે ૫૦૨ પેકેટ કોન્ડોમ તેમજ રૂ.૬૩૦૦ની રકમ મળી કુલ રૂ.૧૧,૩૨૦નો મુદ્દામાલ ઝબ્બે લીધો છે. કૂટણખાનાના સંચાલક પ્રૌઢા સામે પીએસઆઈ તૃષાબેન બુડાસણાએ ખુદ ફરિયાદી બની સિટી સી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ગુન્હો રજીસ્ટર કરાવ્યો છે. જે યુવતીઓને બોલાવવામાં આવી હતી તેઓના નિવેદન લઈ પોલીસ દ્વારા મુક્ત કરવામાં આવી છે. આ દરોડાના પગલે સમગ્ર વિસ્તારમાં ચર્ચા જાગી હતી.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial