Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
જામનગરમાં તા. ૧૨ સપ્ટેમ્બરે આયોજનઃ
જામનગર તા. ૧૦: પ.પૂ. શ્રી મહાસતીજી ધનકુંવરબાઈ સ્વામીની ૩૨મી વાર્ષિક પુણ્યતિથિ નિમિત્તે વિવિધ કાર્યક્રમો તા. ૧૨-૯ને શુક્રવારે પ.પૂ. શ્રી મહાસતીજી ધનકુંવરબાઈ સ્વામીની ૩૨ મી વાર્ષિક પુણ્યતિથિ નિમિત્તે વિવિધ કાર્યક્રમો તા. ૧૨-૯ને શુક્રવારે પ.પૂ. શ્રી મહાસતીજી ધનકુંવરબાઈ સ્વામીનો ઉપાશ્રય, ચૌહાણ ફળી, દયારામ લાયબ્રેરી સામે, રણજીત રોડ, જામનગરમાં યોજાશે. જેમાં સવારે ૮:૩૦ થી ૯ મોટી સાધુવંદનાની પ્રાર્થના, સવારે ૯ થી ૧૦ ગુણાનુવાદ સાથે વ્યાખ્યાન, બપોરે ૨:૩૦ થી સાંજના ૫ વાગ્યા સુધી જાપ (જાપ સાથે ત્રણ-ત્રણ સામાયિકનું આયોજન ફકત બહેનો માટે જ છે.) સાંજે ૫:૩૦ વાગ્યે દાતાશ્રી સ્વ. મનહરલાલ ઓત્તમચંદ દડીયા (હસ્તે જયદેવીબેન દડીયા) તરફથી બટુક ભોજન રાખવામાં આવ્યું છે.
આ ઉપરાંત દાતાશ્રી સ્વ. દલસુખલાલ મોહનલાલ મહેતા હસ્તે જયશ્રીબેન દલસુખલાલ મહેતા પરિવાર તરફથી દાળીયા- મમરાની નિરાંભી આયંબીલ બપોરે ૧૨ વાગ્યે દશા શ્રીમાળી વણિક જ્ઞાતિની વાડી, રાજગોર ફળી, જામનગરમાં રાખવામાં આવી છે.
આ પ્રસંગે તેજપ્રકાશ ઉપાશ્રયમાં બીરાજતા પ.પૂ.ડો. સુભાષજી મહાસતીજી તથા પ.પૂ. શ્રી આકાંક્ષાજી મહાસતીજી પ્રાર્થના તથા વ્યાખ્યાનમાં ઉપસ્થિત રહેશે. તથા વ્યાખ્યાન કરશે. આથી સર્વે ધર્મપ્રેમી શ્રાવક-શ્રાવિકાઓએ બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહીને કાર્યક્રમનો લાભ લેવા પ.પૂ. શ્રી મહાસતીજી ધનકુંવરબાઈ સ્વામી ભકત મંડળ દ્વારા જણાવાયું છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial