Advertisement
Author: નોબત સમાચાર

સસ્તા ભાવે યુએસડીટી આપવાનું કહી નગરના આસામી સાથે રૂ।.૪૪ લાખથી વધુની છેતરપિંડીની કરાઈ ફરિયાદ

ક્રિપ્ટો કરન્સીમાં રોકાણના નામે સાણસામાં લેવાયાઃ પોલીસ દ્વારા તપાસઃ

                                                                                                                                                                                                      

જામનગર તા. ૨૮: જામનગરના એક ખાનગી બેંકના ડે. મેનેજર સાથે બજાર ભાવ કરતા ઓછા ભાવમાં યુએસડીટી (ડોલર) આપવાનું કહી એક શખ્સે રૂ।.૮૯ના ભાવે એક યુએસડીટી આપવાનું ઠરાવી પ૦ હજાર યુએસડીટી માટે દોઢ મહિનાથી વધુના સમય પહેલાં રૂ।.૪૪ લાખ ૫૦ હજાર મેળવી લઈ સર્વર ડાઉનના નામે યુએસડીટી ટ્રાન્સફર ન કરી છેતરપિંડી આચરતા આખરે આ મામલો પોલીસ મથકે પહોંચ્યો છે.

આ છેતરપિંડીના બનાવની વધુ વિગત મુજબ જામનગરની એક ખાનગી બેંકમાં સહાયક પ્રબંધક તરીકે નોકરી કરતા અને પટેલ કોલોની વિસ્તારની શેરી નં.૯માં રહેતા તેજસભાઈ પ્રવીણભાઈ પટેલ નામના આસામી સાથે એક ગ્રાહકનો પરિચય થયો હતો. બેંકમાં આવતા રહેતા આ ગ્રાહક સાથે મિત્રતા કેળવાયા પછી આ ગ્રાહકે ક્રીપ્ટો કરન્સીમાં રોકાણ કરવા સહિતની વાતો કર્યા પછી અન્ય એક મિત્રનો પણ સંપર્ક કરાવ્યો હતો.

તે પછી જામનગરના ઉદ્યોગનગરમાં કારખાનુ ધરાવતા એક આસામી પાસે કરોડો રૂપિયાની ક્રિપ્ટો કરન્સી હોવાનું જાણવા મળ્યા પછી તેજસભાઈને આનંદ લીલાભાઈ મોઢવાડીયા નામના શખ્સનો સંપર્ક કરાવાયો હતો. જેમાં બજાર ભાવથી ઓછા ભાવમાં યુએસડીટી (ડોલર) આપવાનું નક્કી થયું હતું અને ૪૪ લાખ ૫૦ હજાર રૂપિયામાં ૫૦ હજાર યુએસડીટી આપવાની વાત થઈ હતી.

તે વાત મુજબ રૂ।.૮૯નો ભાવ ગણી ૫૦ હજાર યુએસડીટીના રૂ।.૪૪ લાખ પ૦ હજાર ગઈ તા.૮ ફેબ્રુઆરીની બપોરે તેજસભાઈએ ખંભાળિયા બાયપાસ નજીક મળવા માટે નક્કી થયેલા એક સ્થળે આનંદ મોઢવાડીયાને સોંપી આપ્યા હતા. ત્યારપછી સર્વર ડાઉન થઈ ગયું છે તેમ જણાવી આનંદ યુએસડીટી આપવાને બદલે ગલ્લાતલ્લા કરતો હતો અને પૈસા આપી દીધા પછી પણ યુએસડીટી નહી મળતા પોતાની સાથે છેતરપિંડી કરાઈ હોવાનું જણાઈ આવતા આખરે તેજસભાઈએ ગઈકાલે પંચકોશી બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. પોલીસે આનંદ લીલાભાઈ મોઢવાડીયા તથા તેની સાથે સંકળાયેલા વ્યક્તિઓની શોધ શરૂ કરી છે.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh