Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
ઔદ્યોગિક વપરાશના ડીઝલમાં લીટરે રૂ।. બાવીસનો વધારો ઝીંકાતા
ખંભાળિયા તા. ર૮: હાલ સમગ્ર ગુજરાત-ભારતમાં ઈરાન-ઈઝરાયલ યુદ્ધને કારણે ક્રૂડની અછત થતા તંગ સ્થિતિ ડીઝલ-પેટ્રોલની થતા સરકાર દ્વારા ઉદ્યોગ વપરાશના માટે ડીઝલમાં તોતીંગ રૂ।. બાવીસનો વધારો કરાતા ખેડૂતોના નામે ડીઝલ લઈને કાળાબજાર કરવાનો મોટો ધંધો ફૂલ્યો ફાલ્યો છે.
ખેડૂતોને ખેતરમાં પંપ તથા અન્ય સાધનો માટે બેરલમાં પ૦૦ લીટર સુધીની છૂટ હતી, જેથી ખેડૂતોના નામના પાંચ-સાત-બાર લઈને ટ્રેક્ટરમાં પાંચ-સાત બેરલ લઈ પેટ્રોલપંપમાંથી ભરીને ફેક્ટરીવાળાઓને તેમના રૂ।. રર ના ભાવવધારા સામે ઓછા ભાવનું વેંચવાનું કૌભાંડ કરીનેે કેટલાક તત્ત્વો રોજના ૧૦-૧પ હજાર કમાવા લાગ્યા છે.
જો કે, આની જાણ તંત્રને થતા હવે પ૦૦ ને બદલે ર૦૦ લીટર જ આપવા લાગ્યા છે, ત્યારે તેમાં પણ વધુ ૭/૧ર ના નમૂના લઈને અથવા એક પેટ્રોલ પંપમાંથી પાંચ બેરલ ભરાવીને બીજા પાસેથી બીજા પાંચ બેરલ ભરાવા લાગ્યા છે, તો ગ્રામ્ય પંથકમાં ડીઝલ મળવાનું નથી ખેતીના કામ અટકી જશેની સ્થિતિમાં ખેતરમાં વીજળીના જોડાણોની મોટરો ચાલતી હોવા છતાં 'ભવિષ્ય'ની બીકે બેરલના બેરલ ખેડૂતો ભરાવવા લાગ્યા છે.
સામાન્ય સંજોગોમાં પાંચ દિવસે પેટ્રોલ અને ૩ દિવસે ડીઝલની ગાડી મંગાવતા પેટ્રોલપંપ વિક્રેતાઓ એક જ દિવસમાં જથ્થો વેંચી નાખતા ફરજિયાત સમયમર્યાદામાં જ પાછું ટેન્કર આવે તેવું હોય જ્યાં સુધી ટ્રેક્ટરમાં જથ્થો ના આવે ત્યાં સુધી પંપ બંધની સ્થિતિમાં અથવા પંપ ખુલ્યો પણ, જ્યાં નથી ના બોર્ડ હોય, લોકોમાં ડીઝલ-પેટ્રોલ ખલાસ થવાની શંકા મજબૂત થતી હોય, મોટા પ્રમાણમાં અન્ય પંપોમાંથી જથ્થો મેળવવા ખેડૂતો તથા અન્ય લોકો મંડી જાય છે. અધુરામાં પૂરૃં નાયરા કંપની દ્વારા પેટ્રોલમાં પાંચ તથા ડીઝલમાં ત્રણ રૂપિયાનો વધારો થતા સરકારી કંપની વધારો કરશે તો?ના ભયથી પણ મોટા વપરાશકારો ડીઝલ-પેટ્રોલ ખરીદવા માંડ્યા છે, તો જેમને માત્ર ખેતીના મશીનો છે, ટ્રેક્ટર નથી તેઓને બેરલમાં ડીઝલ જથ્થો ના મળતા તેઓ મુશ્કેલીમાં મૂકાયા છે, કે અમારે શું કરવું? નાયરા કંપનીના ભાવવધારાથી તેના કેટલાક પંપ પર થોડો સમય વિતરણ બંધ થઈ જતા પણ લોકોમાં પ્રશ્નો થયા હતાં, તો પણ દ્વારકા-જામનગર જિલ્લામાં હાલ પેટ્રોલ પંપ પર ક્યાંય વધુ ભીડ નથી તો કેટલાક પેટ્રોલપંપવાળા દ્વારા બાઈકમાં ૧૦૦/ર૦૦ રૂપિયાનું જ પેટ્રોલ અને કારમાં ૧૦૦૦ કે બે હજારનું જ પેટ્રોલ-ડીઝલ ક્યાંક પ૦૦/૧૦૦૦ નું પેટ્રોલ-ડીઝલ આપતા થયા છે, જેથી તેમનો જથ્થો ખૂટી ના જાય અને ટેન્કર આવતા વાર લાગે તો પંપ બંધ કરી ના બેસવું પડે રોજ બાઈકથી કંપનીઓમાં જનારા કર્મચારીઓ પણ અત્યંત ઓછું પેટ્રોલ મળતા મુશ્કેલીમાં મૂકાયા છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial