Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
ભારતના અર્થતંત્રને મૃત ગણાવ્યું!
વોશિંગ્ટન તા. ૩૧: અમેરિકાના પ્રમુખ ટ્રમ્પે ભારતના અર્થતંત્રને 'મૃત' ગણાવીને રશિયાનું નામ લઈ ખૂબ સંભળાવ્યું છે. તેઓએ ભારત સામે ઝેર ઓક્યું છે. આ ઉપરાંત ટ્રમ્પે બ્રાઝિલ પર પણ પ૦ ટકા ટેરિફ લાદ્યો છે.
અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ દ્વારા ભારત પર રપ ટકા ટેરિફ લગાવવાનો નિર્ણય લીધો છે. હવે તેમણે રશિયા અને ભારતના અર્થતંત્રને મૃત ગણાવ્યો છે. ડોનાલ્ડ ટ્રમ્પ એ પણ સંકેત અપ્યા છે કે, અમેરિકા હવે આ બન્ને દેશ સાથે વધુ વેપાર કરવા માગતું નથી. નોંધનીય છે કે, રશિયા પાસેથી ક્રૂડ ખરીદવા બદલ અમેરિકાએ ભારત પર ટેરિફ લગાવ્યો છે.
સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ટ્રુથ પર અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે લખ્યું, 'મને કોઈ ફરક નથી પડતો કે ભારત રશિયા સાથે શું કરે છે. મને ફક્ત એ જ ફરક પડે છે કે તે મળીને પોતાની મૃત અર્થતંત્રને કેવી રીતે નીચે લાવી શકે છે. અમે ભારત સાથે ખૂબ જ ઓછો વેપાર કર્યો છે કારણ કે તેમના ટેરિફ ખૂબ ઊંચા છે. રશિયા અને અમેરિકા પણ લગભગ કોઈ વેપાર કરતા નથી. ચાલો તેને આ રીતે જ રાખીએ.'
બીજી તરફ અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે બ્રાઝિલ સામે પણ કડક પગલાં લીધા અને મોટાભાગની બ્રાઝિલિયન ચીજવસ્તુઓ પર પ૦ ટકા ટેરિફ લાદ્યો છે, પરંતુ તેમણે ઊડ્ડયન, ઊર્જા અને નારંગીના રસ જેવા કેટલાક આવશ્યક ક્ષેત્રોને આ ભારે કરમાંથી મુક્તિ આપી છે. ટ્રમ્પ કહે છે કે આ પગલું બ્રાઝિલના ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ જાયર બોલ્સોનારો સામે ચાલી રહેલા કેસના સંદર્ભમાં લેવામાં આવ્યું છે. જેને તેઓ 'વિચ હન્ટ' (રાજકીય કાવતરૃં) કહી રહ્યા છે.
ટ્રમ્પ વહીવટીતંત્રે માત્ર ટેરિફ જ નહીં, પરંતુ બ્રાઝિલના સુપ્રિમ કોર્ટના ન્યાયાધીશ એલેક્જન્ડ્રે ડી મોરેસ પર પણ પ્રતિબંધો લાદ્યા છે.
રશિયાના પૂર્વ પ્રમુખ દિમિત્રી મેદવેદેવ પર પ્રહાર કરતા ડોનાલ્ડ ટ્રમ્પે લખ્યું, 'રશિયાના નિષ્ફળ પૂર્વ પ્રમુખ દિમિત્રી મેદવેદેવ હજુ પણ પોતાને પ્રમુખ માને છે. તેણે પોતાના શબ્દો પર ધ્યાન આપવું જઈએ. તે ખૂબ જ ખતરનાક ક્ષેત્રમાં પ્રવેશી રહ્યા છે.'
ઉલ્લેખનિય છે કે, રશિયાના પૂર્વ પ્રમુખ દિમિત્રી મેદવેદેવે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ એક્સ પર લખ્યું હતું કે, 'અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ રશિયા સાથે અલ્ટિમેટમ ગેમ રમી રહ્યા છે અને આવા દૃષ્ટિોકોણ અમેરિકાને રશિયા સાથે યુદ્ધ તરફ દોરી શકે છે.'
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial