Advertisement
Author: નોબત સમાચાર

સુદર્શન સેતુ પર ગરબા રમતા મહિલાઓના બે વીડિયો વાયરલ થયા પછી નોંધાયો ગુન્હો

સુરતના એક મહિલા સહિતના વ્યક્તિ સામે કાર્યવાહીઃ

                                                                                                                                                                                                      

જામનગર તા. ૨૫: ઓખાથી બેટ દ્વારકાને જોડતા સુદર્શન સેતુ પર ચાલુ મહિનાના પ્રથમ દિવસે કેટલાક મહિલાઓએ જાહેરમાં ગરબા રમી તેના બે વીડિયો બનાવી સોશિયલ મીડિયા પર મૂક્યા પછી પોલીસ સુધી તે વીડિયો પહોંચતા શરૂ થયેલી તપાસના અંતે સુરતના એક મહિલા સહિતના વ્યક્તિઓ સામે ફોજદારી કાર્યવાહી કરવામાં આવી છે.

દેવભૂમિ દ્વારકા જિલ્લામાં ઓખાથી બેટ દ્વારકાને જોડતા સુદર્શન સેતુ પર ગઈ તા.૧ના દિને બનાવવામાં આવેલા બે જુદા જુદા વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયા હતા. આ વીડિયોમાં કેટલાક મહિલાઓ સુદર્શન સેતુ પર દિવસના સમય દરમિયાન ગરબા રમતા હોય તેમ દેખાઈ રહ્યું હતું.

આ વીડિયો વાયરલ થયા પછી પોલીસ સુધી પહોંચતા ઓખા મરીન પોલીસે તે વીડિયો અંગે શરૂ કરેલી તપાસમાં સુરતના જલ્પાબેન પટેલ તથા તેમની સાથે વીડિયોમાં દેખાઈ રહેલા મહિલાઓ અંગે વિગત પ્રાપ્ત થતાં ગઈકાલે ઓખા મરીન પોલીસ સ્ટેશનના પોલીસ કર્મચારી બી. ડી. સોઢાએ ખુદ ફરિયાદી બની ગુન્હો રજીસ્ટર કરાવ્યો છે.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh