Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
'હેપી એલિગન્સ' બિલ્ડિંગમાં માતમ છવાયો
સુરત તા. રપઃ સુરતના વેસુમાં હૃદયદ્રાવક ઘટના બની છે, અને એક જ પરિવારના ત્રણ સભ્યોએ સામૂહિક આપઘાત કરી લેતા માતમ છવાયો છે. એક નાની બાળકી બચી ગઈ છે. એક સુસાઈડ નોટ પણ મળી છે.
સુરતના વેસુની 'હેપી એલિગન્સ' બિલ્ડિંગમાં બાલમુકુન્દ નામના વ્યક્તિએ પત્ની અને બે માસુમ દીકરીઓ સાથે ઝેરી દવા પીને જીવન ટૂંકાવવાનો પ્રયાસ કર્યો હતો. આ કરૂણ ઘટનામાં પરિવારના ત્રણ સભયોના મોત થયા છે, જેમાં બાલમુકુન્દ પોતે, તેની પત્ની તથા એક માસૂમ દીકરીના મોત નિપજ્યા છે, જ્યારે એક પુત્રીનો બચાવ થયો છે. ઘટના અંગે વિગતે મળતી માહિતી અનુસાર મૂળ બિહારના રહેવાસી બાલમુકુન્દ (પતિ), તેમની પત્ની અને એક માસૂમ દીકરી (ઉ.વ. પ થી ૭ વર્ષ) ઝૈરી દવા ગટગટાવીને આપઘાતનો પ્રયાસ કર્યો હતો, જોકે આ સમગ્ર ઘટનામાં ત્રણ લોકોના મોત, જ્યારે પરિવારની બીજી નાની દીકરીનો આબાદ બચાવ થયો છે.
મૃતક બાલમુકુન્દ મૂળ બિહારના વતની હતાં અને છેલ્લા બે વર્ષથી સુરતમાં ઘરે બેઠા શેરબજારનું કામકાજ કરતા હતાં. પરિવારે ખેતરમાં નાખવાની ઝેરી દવા પીને સામૂહિક આપઘાત કર્યો હતો.
આ ઘટનાને પગલે ચકચાર મચી ગઈ હતી. ઉચ્ચ પોલીસ અધિકારીઓ પણ ઘટના સ્થળે દોડી આવ્યા હતાં. પોલીસને ઘટના સ્થળેથી ત્રણ પાનાની સુસાઈડ નોટ મળી આવી છે, જેમાં આપઘાત પાછળના જવાબદાર કારણો અને વ્યક્તિનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. સુસાઈડ નોટમાં વૈભવ રૃંગટા નામના શખ્સનું નામ સામે આવ્યું છે. આરોપી વૈભવ રૃંગટા મૃતક બાલમુકુન્દને રૂપિયા માટે સતત ત્રાસ આપતો હોવાનો ઉલ્લેખ છે. આરોપીએ મૃતકની ગાડી અને ક્રેડિટ કાર્ડ પણ બળજબરીથી પડાવી લીધા હતાં. આરોપીએ બાલમુકુન્દના ક્રેડિટ કાર્ડનો ઉપયોગ કરીને બિનજરૂરી શોપિંગ પણ કરી હતી, જેના કારણે પરિવાર પર આર્થિક બોજ વધી ગયો હતો.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial