Advertisement
Author: નોબત સમાચાર

સગીરાના અપહરણ તથા દુષ્કર્મના કેસમાં સંડોવાયેલા આરોપીનો અદાલતમાં છૂટકારો

ફરિયાદ પક્ષ કેસ નિઃશંક રીતે સાબિત કરી શક્યો નહીં:

                                                                                                                                                                                                      

જામનગર તા. ૨૦: જામનગરમાંથી કેટલાક વર્ષ પહેલાં એક સગીરાનું લલચાવી ફોસલાવી અપહરણ કર્યા પછી એક શખ્સે તેણી પર વારંવાર દુષ્કર્મ ગુજાર્યાની પોલીસમાં ફરિયાદ થઈ હતી. તે કેસ ચાલી જતાં ખાસ પોક્સો અદાલતે આરોપીનો છૂટકારો ફરમાવ્યો છે.

જામનગરના એક વિસ્તારમાં વસવાટ કરતા પરિવારની સગીર વયની પુત્રીનું કેટલાક વખત પહેલાં ભાવેશ રસીકભાઈ તંબોલીયા ઉર્ફે દાઢી ઉર્ફે બીટુ નામના શખ્સે લગ્નની લાલચ આપી અપહરણ કર્યા પછી આ સગીરા પર અવારનવાર દુષ્કર્મ ગુજાર્યાની પોલીસમાં ફરિયાદ કરવામાં આવી હતી.

ઉપરોક્ત ગુન્હો પોલીસે આઈપીસી ૩૬૩, ૩૬૬, ૩૭૬ (ર) (જે) (એન) તથા પોક્સો એક્ટની કલમ ૪ અને ૬ હેઠળ નોંધી આરોપી ભાવેશ તંબોલીયા ઉર્ફે દાઢીની ધરપકડ કરી હતી. ઉપરોક્ત કેસ જામનગરની ખાસ પોક્સો અદાલતમાં ચાલવા પર આવતા ફરિયાદ પક્ષે સત્તર મોખીક પુરાવા અને ૪૧ દસ્તાવેજી પુરાવા રજૂ કર્યા હતા.

બંને પક્ષ દ્વારા રજૂ થયેલી દલીલો સાંભળ્યા પછી આરોપી પક્ષની ભોગ બનનારનો પુરાવો માનવાલાયક નથી, ફરિયાદની હકીકત તથા કેસ નિઃશંકપણે સાબિત થતાં નથી તેવી દલીલ ગ્રાહ્ય રાખી આરોપીનો છૂટકારો ફરમાવ્યો છે. આરોપી તરફથી વકીલ અશોક એચ. જોષી રોકાયા હતા.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh