Advertisement
Author: નોબત સમાચાર

રાજકોટ રેલવે ડિવિઝન દ્વારા મહિલા સશક્તિકરણ અંગે સેમિનારઃ અગિયાર મહિલાકર્મીઓનું સન્માન

આંતરરાષ્ટ્રીય મહિલા દિને

                                                                                                                                                                                                      

રાજકોટ તા. ૧૦: રાજકોટ રેલવે ડિવિઝન દ્વારા આંતરરાષ્ટ્રીય મહિલા દિવસની ઉત્સાહભેર ઉજવણી થઈ હતી, જેમાં મહિલા કર્મચારીઓના યોગવાનનું સન્માન કરાયું હતું. માનસિક સ્વાસ્થ્ય અને નાણાકીય સશક્તિકરણ પર વિશેષ સેમિનારનું આયોજન કરાયું હતું.

આંતરરાષ્ટ્રીય મહિલા દિવસના અવસરે પશ્ચિમ રેલવેના રાજકોટ ડિવિઝનમાં મહિલા કર્મચારીઓના સન્માન અને સશક્તિકરણને સમર્પિત એક ભવ્ય અને ગરિમાપૂર્ણ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. સ્ટાફ બેનિફિટ કમિટીના નેજા હેઠળ આયોજિત આ કાર્યક્રમનો મુખ્ય ઉદ્દેશ્ય મહિલા રેલકર્મીઓના મહત્ત્વપૂર્ણ યોગનાનને બિરદાવવાનો અને તેમના સામાજિક, માનસિક તેમજ આર્થિક સશક્તિકરણ પ્રત્યે જાગૃતિ લાવવાનો હતો. આ પ્રસંગે રાજકોટ ડિવિઝનલ રેલવે મેનેજર ગિરિરાજકુમાર મીનાએ મહિલા કર્મચારીઓને સંબોધતા જણાવ્યું હતું કે, રેલવે અને સમાજના વિકાસમાં મહિલાઓની ભૂમિકા અત્યંત મહત્ત્વની છે.

તેમણે મહિલા કર્મચારીઓની કાર્યક્ષમતા, સમર્પણ અને જવાબદારીની પ્રશંસા કરતા કહ્યું કે, ભારતીય રેલવેમાં મહિલાઓની વધતી જતી ભાગીદારી સંગઠનને વધુ મજબૂત બનાવી રહી છે.

આ કાર્યક્રમ દરમ્યાન વેસ્ટર્ન રેલવે વુમન્સ વેલ્ફેર ઓર્ગોનાઈઝેશન દ્વારા વિવિધ વિભાગોમાં ઉત્કૃષ્ટ કામગીરી કરનાર ૧૧ મહિલા કર્મચારીઓનું સન્માન કરવામાં આવ્યું હતું. આ અવસરે સંસ્થાના ઉપાધ્યક્ષ મમતા ચૌબે તથા અન્ય સભ્યો ઉપસ્થિત રહ્યા હતા. મહિલા કર્મચારીઓના સર્વાંગી વિકાસને ધ્યાનમાં રાખીને કાર્યક્રમમાં માનસિક સ્વાસ્થ્ય, નાણાકિય આયોજન અને કાર્યસ્થળ પર જાતીય સતામણી સામે સુરક્ષા જેવા મહત્વના વિષયો પર વિશેષ સેમિનારનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં નિષ્ણાતો દ્વારા ઉપયોગી માહિતી આપવામાં આવી હતી.

કાર્યક્રમને વધુ રસપ્રદ બનાવવા માટે મહિલા કર્મચારીઓ માટે રમત-ગમત સ્પર્ધાઓ અને ક્વિઝનું પણ આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં સહભાગીઓએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો. આ આયોજન મહિલા કર્મચારીઓના સન્માન, સશક્તિકરણ અને તેમના અમૂલ્ય યોગદાન પ્રત્યે કૃતજ્ઞતા વ્યક્ત કરવાનો એક મહત્ત્વપૂર્ણ અવસર સાબિત થયો હતો.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh