Advertisement
Author: નોબત સમાચાર

જાણો, તા. ૧૧ ફેબ્રુઆરી, બુધવાર અને મહા વદ નોમનું રાશિફળ

કન્યા સહિત બે રાશિના જાતકોને સિઝનલ ધંધામાં આકસ્મિક ઘરાકીથી આવક જણાય. કાર્યની કદર થવાથી પ્રસન્નતા રહે

                                                                                                                                                                                                      

 

Aries (મેષ: અ-લ-ઈ)

આપના કાર્યમાં હરિફવર્ગ-ઈર્ષાકરનાર વર્ગનો સામનો કરવો પડે. સિઝનલ ધંધામાં માલનો ભરાવો  કરવો નહીં.

શુભ રંગઃ લીલો - શુભ અંકઃ ૩-૯

 

Taurus (વૃષભ: બ-વ-ઉ)

આપના કાર્યની સાથે જાહેરક્ષેત્ર, સંસ્થાકીય કામમાં આપે વ્યસ્ત રહેવું પડે. અન્યનો સહકાર મળી રહે.

શુભ રંગઃ દુધિયા - શુભ અંકઃ ૨-૮

 

Gemini (મિથુન: ક-છ-ધ)

દિવસના પ્રારંભથી જ આપને સુસ્તી જેવું લાગ્યા કરે. તબીયતની અસ્વસ્થતા જણાય. કામ કરવાની  ઈચ્છા થાય નહીં.

શુભ રંગઃ બ્રાઉન - શુભ અંકઃ ૧-૪

 

Cancer (કર્ક: ડ-હ)

નોકરી-ધંધાના કામકાજ અંગે બહાર કે બહારગામ જવાનું બને. અગત્યના કામ અંગેની  મિલન-મુલાકાત થાય.

શુભ રંગઃ મોરપીંછ - શુભ અંકઃ ૫-૭

 

Leo (સિંહ: મ-ટ)

આપના કાર્યની સાથે ઘર-પરિવાર, સગા-સંબંધી, મિત્રવર્ગના કામ અંગે વ્યસ્તતા રહે. દોડધામ-શ્રમ  જણાય.

શુભ રંગઃ સફેદ - શુભ અંકઃ ૨-૬

 

Virgo (કન્યા: પ-ઠ-ણ)

સિઝનલ ધંધામાં આકસ્મિક ઘરાકી આવી જવાથી આવક જણાય. આપના કાર્યની કદર-પ્રશંસા થવાથી  આનંદ રહે.

શુભ રંગઃ મેંદી - શુભ અંકઃ ૮-૩

 

Libra (તુલા: ર-ત)

કોર્ટ-કચેરીના, રાજકીય-સરકારી તથા ખાતાકીય કામમાં આપે ઉતાવળ કરવી નહીં. ખર્ચ-ખરીદી થવા  પામે.

શુભ રંગઃ કેસરી - શુભ અંકઃ ૯-૪

 

Scorpio (વૃશ્ચિક: ન-ય)

આપના અગત્યના કામકાજનો ઉકેલ આવતો જાય. રાજકીય-સરકારી કામકાજ અંગે મુલાકાત થઈ  શકે.

શુભ રંગઃ ક્રીમ - શુભ અંકઃ ૬-૮

 

Sagittarius (ધન: ભ-ધ-ફ-ઢ)

આપના કામમાં સાનુકૂળતા મળી રહે. આપના કાર્યની સાથે કૌટુંબિક-પારિવારિક કામમાં વ્યસ્ત  રહેવાનું બને.

શુભ રંગઃ બ્લુ - શુભ અંકઃ ૩-૯

 

Capricorn (મકર: ખ-જ)

આપના કામમાં ઉપરી-સહકાર્યકર, નોકર-ચાકર વર્ગનો સાથ-સહકાર મળી રહે. મિલન-મુલાકાત  થઈ શકે.

શુભ રંગઃ લાલ - શુભ અંકઃ ૫-૧

 

Aquarius (કુંભ: ગ-શ-સ)

આપ હરો-ફરો, કામકાજ કરો, પરંતુ આપના હ્યદય-મનને શાંતિ-રાહત જણાય નહીં. પરિવારની  ચિંતા જણાય.

શુભ રંગઃ ગુલાબી - શુભ અંકઃ ૨-૪

 

Pisces (મીન: દ-ચ-ઝ-થ)

આપની મહેનત-બુદ્ધિ-અનુભવ-આવડતથી આપના કામનો ઉકેલ લાવી શકો. વાણીની મીઠાશથી  સરળતા રહે.

શુભ રંગઃ પીળો - શુભ અંકઃ ૬-૨



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh