Advertisement
Author: નોબત સમાચાર

ત્રીસ દિવસ જેલમાં રહેનાર મંત્રીને હટાવવાની કડક જોગવાઈ સહિત સરકાર દ્વારા ત્રણ બિલ સંસદમાં રજૂ

વિપક્ષના સાંસદોના હોબાળાથી બપોર સુધી ગૃહ સ્થગિતઃ

                                                                                                                                                                                                      

નવી દિલ્હી તા. ર૦: ત્રીસ દિવસ માટે જેલમાં રહેનાર મંત્રી, મુખ્યમંત્રી, પ્રધાનમંત્રીને પદ પરથી હટાવવાની જોગવાઈ કરતા બિલ તથા ઓનલાઈન ગેઈમ પર પ્રતિબંધ સહિતના બિલો આજે સંસદમાં રજૂ થાય તે પહેલા વિપક્ષો દ્વારા હોબાળો સર્જાયો છે.

કેન્દ્ર સરકારે ફોજદારી કેસોમાં ધરપકડ કરાયેલા રાજકારણીઓ પર કડક કાર્યવાહી કરવાની તૈયારી શરૂ કરી દીધી છે. સરકાર આજે સંસદમાં આ સંબંધિત ત્રણ બિલ રજૂ કરશે, જેમાં ગંભીર ફોજદારી કેસોમાં સતત ૩૦ દિવસ સુધી ધરપકડ કરવામાં આવે અથવા અટકાયતમાં રાખવામાં આવે તો વડાપ્રધાન, કેન્દ્રિય મંત્રી, મુખ્યમંત્રી અને મંત્રીઓને તેમના પદ પરથી દૂર કરવાની જોગવાઈ હશે. કેન્દ્ર સરકાર લોકસભામાં ત્રણ બિલ રજૂ કરશે, જેનો હેતુ વડાપ્રધાન, કેન્દ્રિય મંત્રી, મુખ્યમંત્રી અને મંત્રીઓને ગંભીર ફોજદારી કેસોમાં ધરપકડ કરવામાં આવે અથવા અટકાયતમાં લેવામાં આવે તો તેમને તેમના પદ પરથી દૂર કરવાનો છે.

કેન્દ્ર સરકાર બુધવારે જે બિલ રજૂ કરશે તેમાં કેન્દ્રશાસિત પ્રદેશ સરકાર (સુધારા) બિલ ર૦રપ, બંધારણ (એકસો ત્રીસમો સુધારો) બિલ્ ર૦રપ અને જમ્મુ અને કાશ્મીર પુનર્ગઠન (સુધારા) બિલ ર૦રપ નો સમાવેશ થાય છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે, કેન્દ્રિય ગૃહમંત્રી અમિત શાહ આ ત્રણેય બિલોને સંસદની સંયુક્ત સમિતિને મોકલવા માટે લોકસભામાં એક પ્રસ્તાવ પણ રજૂ કરશે તે ઉપરાંત ઓનલાઈન ગેમિંગ પર પ્રતિબંધનું બિલ પણ રજૂ થશે.

આ કારણે લોકસભા સત્રમાં હોબાળો થવાની શરૂઆત થઈ છે. સરકાર ત્રણ વિવાદાસ્પદ બિલ રજૂ કરવા જઈ રહી છે. વિપક્ષે આ બિલ પર તીખી પ્રતિક્રિયા આપી છે અને આ બિલનો કડક વિરોધ કરવાની ધમકી આપી કે, જ્યારે કેન્દ્રિય ગૃહમંત્રી અમિત શાહ તેને લોકસભામાં રજૂ કરશે તો અમે મોટા પાયે વિરોષ પ્રદર્શન કરીશું અને તેને રજૂ નહીં થવા દઈએ, ટેબલ તોડી નાંખીશું અને બિલ ફાડી દઈશું.

આ પ્રસ્તાવિત ત્રણેય બિલને ૧ કેન્દ્ર શાસિત પ્રદેશ સરકાર (સંશોધન) બિલ ર૦રપ, સંવિધાન (૧૩૦ મું સંશોધન) બિલ ર૦રપ અને ૩ જમ્મુ-કાશ્મીર પુનર્ગઠન (સંશોધન) બિલ ર૦રપ ગૃહમંત્રી અમિત શાહ લોકસભામાં રજૂ કરશે. અમિત શાહ આ બિલને સંયુક્ત સંસદીય સમિતિ (જેસીપી) ને મોકલવાનો પ્રસ્તાવ રજૂ કરશે.

વિપક્ષે આ બિલ પર વાંધો વ્યક્ત કરતા કહ્યું કે, કેન્દ્ર સરકાર ગેર-ભાજપ સરકારને અસ્થિર કરવા માટે કાયદો લાગુ કરવા ઈચ્છે છે. જે હેઠળ આ 'પક્ષપાતી' કેન્દ્રિય એજન્સીઓ દ્વારા તેમના મુખ્યમંત્રીની ધરપકડ કરાવશે અને તેમની 'મનમાની રીતે' ધરપકડની તુરંત પછી તેમને પદ પરથી દૂર કરી દેશે. એક વિપક્ષી સંસદે કહ્યું કે, આ બિલને પાસ નહીં થવા દઈએ. અમે આ બિલ રજૂ જ નહીં થવા દઈએ. બિલ ફાડી નાંખીશું.

ત્રણ મોટા ભ્રષ્ટાચાર વિરોધી બિલ અનુસાર 'કોઈપણ વડાપ્રધાન, મુખ્યમંત્રી અથવા મંત્રી જે પાંચ વર્ષ અથવા તેનાથી વધુની સજાના આરોપમાં ધરપકડ કરાવીને સતત ૩૦ દિવસો સુધી કસ્ટડીમાં રાખવામાં આવે છે, તો ૩૧ મા દિવસે આપમેળે તેમનું પદ રદ્ થઈ જશે.'

આ બિલમાં કહેવામાં આવ્યું કે, 'જો કોઈ મંત્રી પોતાના પદ પર રહે છે અને સતત ૩૦ દિવસના સમયગાળામાં પાંચ વર્ષ અથવા તેનાથી વધુના દંડનીય ગુનાના આરોપમાં તેની ધરપકડ થાય છે અને તેમને કસ્ટડીમાં લેવામાં આવે છે, તો આવી અટકાયતના ૩૧ મા દિવસે વડાપ્રધાનની સલાહ પર રાષ્ટ્રપતિ દ્વારા તેમને પદથી દૂર કરવામાં આવશે.'

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh