Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
શહેરનાં અતિ વ્યસ્ત બજારવાળા માર્ગમાં ઢંગ ધડા વગરના સ્પીડબ્રેકર
જામનગર તા. ૨૦: લગભગ ૬-૭ મહિના પહેલા જ ગ્રેઈન માર્કેટ, કસ્ટમની જુની ઓફિસ વાળી શેરીમાં સી.સી.રોડ બનાવવામાં આવ્યો હતો. સિમેન્ટનો રોડ બનાવતી વખતે તેમાં સ્પીડ બ્રેકર બનાવ્યા નહોતા.
લગભગ પંદરેક દિવસ પહેલાં જ આ રસ્તા ઉપર વૈજ્ઞાનિક ઢબે સ્પીડ બ્રેકર્સ બનાવવાને બદલે ઉંચા ટેકરા જેવા ચાર સ્પીડ બ્રેકર બનાવી નાખવામાં આવ્યા છે!!
ત્રણ દરવાજા તરફથી આવતા વાહનો ભંગાર બજાર વાળા નામે ઓળખાતા રસ્તા ઉપરથી સીધા જ ટાઉનહોલ તરફ જતા હોય છે અને ત્યાં ટ્રાફિક પોઈન્ટ પાસે સિગ્નલ બંધ હોય ત્યારે સુલભ શૌચાલય વાળા ખાંચામાંથી બેડી ગેઈટ, સુપર માર્કેટ તરફથી ડાઈવર્ટ થતા તે રસ્તા ઉપરના ધંધાર્થીઓને કદાચ કોઈ તકલીફ પડી હશે એટલે તાત્કાલિક ધોરણે સ્પીડ બ્રેકર્સ બનાવી નાખવામાં આવ્યા છે.
ભંગાર બજારવાળા રસ્તે ડાબી બાજુએ કોઈ ધંધાર્થી દ્વારા જાહેરમાં નડતર રૂપ થાય તે રીતે ડેકોરેશન માટેની આઈટમ ગોઠવી દેવામાં આવેલ હોવાથી કોઈ વાહન ચાલક દ્વારા કદાચ કંઈ નુકસાન થાય તો *આ બલા પકડ ગલા* જેવો ઘાટ થાય!!
આ સીસી રોડ પૂરા અડધા કિલોમીટરનો પણ નથી તો પછી આવા ચાર-ચાર સ્પીડ બ્રેકર્સ બનાવવા પાછળ કોનો હેતુ છે?
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial