ચિરવિદાય

જામનગરઃ સરોજબેન કિશોરચંદ્ર દોશી, તે કેતન, જીતેન, મિતાબેન દીપકભાઈ શાહ અને રીટાબેન સંજીવભાઈ શેઠના માતા, તેજલ, રીનાના સાસુ, રમણીકલાલ નરશીદાસ પટેલના પુત્રી તા. ૧૧ના અરિહંત શરણ પામ્યા છે. સદ્ગતનું ઉઠમણું તા. ૧૨ના સાંજે ૪ કલાકે જ્યોતિ વિનોદ પાઠશાળા, મેઈન પોસ્ટ ઓફિસ સામે, ચાંદીબજાર, જામનગરમાં રાખેલ છે.

ખંભાળીયાના ઔદિચ્ય સહસ્સ્ત્ર ઝાલાવાડી બ્રાહ્મણ સ્વ. જશવંતરાય શાંતિલાલ રાવલના પત્ની ભાનુબેન (ઉ.વ.૮૪) ત. અતુલભાઈ, કવિતાબેનના માતા, જય, દેવના દાદીમાંનું તા. ૧૨ના અવસાન થયું છે. સદ્ગતની પ્રાર્થનાસભા તા. ૧૩ ના શનિવારે સાંજે ૪ થી ૪:૩૦ દરમ્યાન ભાઈઓ તથા બહેનો માટે શરણેશ્વર મહાદેવ, ખંભાળીયામાં રાખેલ છે.

ખંભાળીયાના દરજી સ્વ. નરસીભાઈ મનજી ભાઈ પીઠીયાના પુત્ર રમેશભાઈ (કારૂભાઈ) (ઉ.વ.૬૪) તે અરવિંદભાઈ, પરેશભાઈ, દીપકભાઈના ભાઈ, સમીરભાઈ, વિપુલભાઈ, ઉમંગભાઈના પિતાનું તા. ૧૧ના રોજ અવસાન થયું છે.

જામનગરઃ નિવૃત્ત નાયબ મામલતદાર મૃદુલાબેન ગુલાબચંદ ગોસરાણી (ઉ.વ.૭૭) તે અમૃતલાલ આણંદ શાહના પત્ની, ભાવિક (જુના હરીપરવાળા) ના માતાનું તા. ૧૧ના અવસાન થયું છે. સદ્ગતની પ્રાર્થનાસભા તા. ૧૩ને શનિવારે સવારે ૧૦:૩૦ થી ૧૧:૩૦ દરમ્યાન ઓશવાળ સેન્ટર, પગારી નંબર ૧, જામનગરમાં રાખેલ છે.

પોરબંદર નિવાસી (હાલ જામનગર) સ્વ. દોલતરામ દોશીના પત્ની કાંતાબેન (ઉ.વ.૯૮) તે સ્વ. ચંદ્રીકાબેન રજનીકાંત મકીમ, જ્યોત્સનાબેન બિપીનચંદ્ર મહેતા (મુંબઈ) ના માતા, સ્વ. મગનલાલ સવજીભાઈ મહેતાના પુત્રી, ધીરજલાલ અમૃતલાલ દોશીના ભાભી, બિમલ, તુષાર, રેખા, રૃપલ, હિરેન, પાશ્વના નાનીનું તા. ૧૦ ના અવસાન થયું છે. સદ્ગતનું ઉઠમણું તા. ૧૨ ને શુક્રવારે સવારે ૧૦ વાગ્યે પેલેસ દેરાસર ઉપાશ્રય, જામનગરમાં રાખેલ છે.

જામનગર નિવાસી હાલાઈ ભાટીયા મયંક નલીનભાઈ આશર (વલ્લભ સાયકલવાળા) ના પત્ની નેહાબેન (ઉ.વ.૩૩) તે જ્ઞાનેશ્વર બાપુરાવ દાવરે સીરસ ગાંવ (મહારાષ્ટ્ર) ના પુત્રીનું તા. ૧૧ના અવસાન થયું છે. સદ્ગતનું ઉઠમણું તા. ૧૩ને શનિવારે સાંજે ૪ થી ૪:૩૦ દરમ્યાન ભાઈઓ તથા બહેનો માટે પાબારી હોલ, તળાવની પાળ પાસે, જામનગરમાં રાખેલ છે.

જામનગરઃ લોહાણા જ્ઞાતીના ગં.સ્વ. પ્રવિણાબેન સુરેશચંદ્ર વર્મા (ઉ.વ.૭૬) તે કનૈયાલાલ વર્માના માતા, એડવોકેટ શૈલેષભાઈ વજાણીના મોટા બેનનું તા. ૧૦ના અવસાન થયું છે. સદ્ગતનું ઉઠમણું તથા પિયરપક્ષની સાદડી તા. ૧૧ના સાંજે ૪ થી ૪:૩૦ દરમ્યાન પાબારી હોલ, તળાવની પાળ પાસે, જામનગરમાં રાખેલ છે.

જામખંભાળીયા નિવાસી (મૂળ હડમતીયા) હઠુભા અમરસંગ જાડેજા (ઉ.વ.૬૮) તે ઉપેન્દ્રસિંહ (પી.જી.વી.સી.એલ. રૂરલ ડિવિઝન-જામનગર) ગિરીરાજસિંહના પિતાનું તા. ૯ ના અવસાન થયું છે. સદ્ગતનું બેસણું તા. ૧૧ના સાંજે ૪ થી ૬ દરમ્યાન ભાઈઓ માટે યોગેશ્વર મહાદેવ મંદિર, યોગેશ્વરનગરમાં તથા બહેનો માટે તેમના નિવાસસ્થાને રાખેલ છે.

close
Ank Bandh