Advertisement
Author: નોબત સમાચાર

દ્વારકા મામલતદાર કચેરીમાં ૭મી માર્ચે યોજાશે સેવાસેતુ ર.૦ કાર્યક્રમ

અવસાન થયેલ ખાતેદારોના સીધી લીટીના વારસદારો માટે

                                                                                                                                                                                                      

દ્વારકા તા. ર૬: સામાન્ય વહીવટ વિભાગના એક ઠરાવ મુજબ રાજયના જે ખાતેદારોના અવસાન થયેલ હોય અને તે ખાતેદારોની વારસાઈ નોંધ કરાવવાની બાકી હોય તેવા તમામ ખાતેદારોની વારસાઈ નોંધ કરાવવા માટે તેમના સીધી લીટીના વારસદારોએ આગામી તા. ૭-૩-ર૦ર૬ ના યોજાનાર સેવા સેતુ ર.૦ કાર્યક્રમમાં મહેસૂલી રેકર્ડ વારસાઈ નોંધ કરાવી શકે છે, આથી અવસાન પામેલા ખાતેદારના સીધી લીટીના વારસદારોને સેવા સેતુ કાર્યક્રમમાં વારસાઈ નોંધ કરાવવા માટે અરજી, ગામ નમૂના નં. ૭, ૮-અ, ઉત્તરોતર ગામ નમૂના નં. ૬, મરણ પ્રમાણપત્ર, વારસાઈ આંબો, તમામ વારસદારોના ઓળખના પૂરાવા, સોગંદનામું વિગેરે પુરાવા સાથે રાખી તા. ૭-૩-ર૦ર૬ ના રોજ યોજાનાર સેવાસેતુ ર.૦ કાર્યક્રમમાં મહેસુલી રેકર્ડ વારસાઈ નોંધ કરાવવાનો લાભ મેળવવા દ્વારકા મામલતદાર દ્વારા જાહેર અનુરોધ કરવામાં આવ્યો છે.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh