Advertisement
Author: નોબત સમાચાર

ત્રિમંદિર નજીક નવી બનતી ઈમારતના સાતમા માળ પરથી પટકાઈ પડતા બિલ્ડરના પુત્રનું મૃત્યુ

લોહાણા અગ્રણીઓ હોસ્પિટલ દોડ્યાઃ પોલીસ દ્વારા તપાસઃ

                                                                                                                                                                                                      

જામનગર તા. ૧૮: જામનગરના ત્રિમંદિર વિસ્તારમાં આગળ જ બની રહેલી એક નવી ઈમારત પરથી ગઈકાલે સાંજે બિલ્ડરના ર૮ વર્ષના પુત્ર કોઈ રીતે પટકાઈ પડ્યા હતા. સાતમા માળે ચાલી રહેલા કામ પર નિરીક્ષણ કરતા આ યુવાન ગંભીર ઈજા પામ્યા પછી સારવાર કારગત નિવડે તે પહેલા મોતને શરણ થયા છે.

જામનગરના નવા વિકસતા વિસ્તાર ત્રિમંદિર રોડ પર તાજેતરમાં નિલેશભાઈ દત્તાણી નામના બિલ્ડર દ્વારા બહુમાળી ઈમારતનું બાંધકામ કરવામાં આવી રહ્યું છે. તે સ્થળ પર નિલેશભાઈના ર૮ વર્ષના પુત્ર ભવ્યભાઈ ગઈકાલે હતા.

સાંજના સમયે સાત માળના આ બિલ્ડીંગના ચાલી રહેલા કામ પર નિરીક્ષણ કરી રહ્યા ભવ્યભાઈ કોઈ રીતે પગ લપસી જતાં સાતમા માળેથી જમીન પર પટકાઈ પડ્યા હતા. આ વેળાએ ત્યાં હાજર શ્રમિકોએ તરત જ ભવ્યભાઈના પરિવારને જાણ કરી હતી અને દોડી આવેલી એમ્બ્યુલન્સમાં આ યુવાનને સારવાર માટે હોસ્પિટલ ખસેડ્યા હતા.

હોસ્પિટલ પહોચ્યા પછી ગણતરીની મિનિટોમાં આ યુવાનનું ગંભીર ઈજાના કારણે મૃત્યુ નિપજ્યું હતું. બનાવની જાણ થતાં લોહાણા જ્ઞાતિના અગ્રણીઓ પણ હોસ્પિટલ દોડી ગયા હતા. પોલીસે આ બનાવની તપાસ શરૂ કરી છે.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh