Advertisement
Author: નોબત સમાચાર

ખંભાળિયામાં રવિવારે લોહાણા વિદ્યાર્થી ભવનમાં નેત્રનિદાન-શસ્ત્રક્રિયા કેમ્પ યોજાશે

બદિયાણી હોસ્પિટલ-માનવસેવા સમિતિ દ્વારા

                                                                                                                                                                                                      

ખંભાળિયા તા. ૬: લલિતાબેન પ્રેમજીભાઈ બદિયાણી હોસ્પિટલના ઉપક્રમે માનવ સેવા સમિતિ દ્વારા ખંભાળિયામાં રવિવાર તા. ૭-૧૧-ર૦રપ ના સેવાકીય પ્રવૃત્તિના ભાગરૂપે શ્રી લોહાણા વિદ્યાર્થી ભવન, પોલીસ સ્ટેશન પાસે, ખંભાળિયામાં સવારે ૯ થી ૧૧ વાગ્યા સુધી વિનામૂલ્યે નેત્ર નિદાન સારવાર શસ્ત્રક્રિયા કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે.

આ આંખના કેમ્પમાં વીરનગરની ખ્યાતનામ શિવાનંદ મિશન હોસ્પિટલની ટીમ દ્વારા દર્દીઓને તપાસી સારવાર તેમજ દવા આપવામાં આવશે. ઓપરેશનની જરૂર જણાયેલ દર્દીઓને તે જ દિવસે બસ દ્વારા વીરનગર લઈ જઈ આધુનિક ફેકો પદ્ધતિથી બીજે દિવસે ઓપરેશન કરી આપવામાં આવશે, તેમજ ત્રીજે દિવસે બસ દ્વારા પરત લઈ આવવામાં આવશે. ખંભાળિયા શહેર તેમજ આજુબાજુના ગ્રામ્ય વિસ્તારના લોકોને લાભ લેવા માટે માનવસેવા સમિતિના પ્રમુખ મનુભાઈ પાબારીએ અપીલ કરી છે.

કેમ્પને સફળ બનાવવા સંસ્થાના ટ્રસ્ટી ધિરેનભાઈ બદિયાણી, ખજાનચી વિમલભાઈ સાયાણી, સેક્રેટરી રાજુભાઈ મજીઠિયા, સહખજાનચી સુભાષભાઈ બારોટ જહેમત ઊઠાવી રહ્યા છે.

આ કેમ્પના ઉદ્ઘાટન પ્રસંગે ખંભાળિયા નગરપાલિકાના પૂર્વ પ્રમુખ શૈલેષભાઈ કણઝારિયા ઉપસ્થિત રહેશે.

કેમ્પનો લાભ લેનાર દર્દીઓ માટે તમામ વ્યવસ્થા હોસ્પિટલ તરફથી વિનામૂલ્યે કરવામાં આવી છે. કેમ્પમાં આંખના નંબર કાઢી આપવામાં આવશે નહીં.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh