Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
સંસ્કારી નગરીમાં કૂટણખાનુ પકડાતા ચકચારઃ
દ્વારકા તા. ૨૬: દ્વારકા શહેરમાં આવેલા નરસંગ ટેકરી વિસ્તારમાં એક મકાનમાંથી આજે સવારે પોલીસે કૂટણખાનુ પકડી પાડ્યું છે. તે સ્થળે કેટલા સમયથી લોહીનો વ્યાપાર ચાલતો હતો તેની વિગતો મેળવાઈ રહી છે. સ્થળ પરથી એક મહિલા તથા કિન્નરની અટકાયત કરી પોલીસ મથકે ખસેડવામાં આવ્યા છે.
દેવભૂમિથી ઓળખાતા દ્વારકા શહેરમાં આવેલા નરસંગ ટેકરી વિસ્તારમાં એક મકાનમાં લોહીનો વ્યાપાર ચલાવાતો હોવાની બાતમી મળતા આજે સવારે ડીવાયએસપી સાગર રાઠોડના વડપણ હેઠળ દ્વારકા શહેરના પીઆઈ બારસીયા સહિતના સ્ટાફે નરસંગ ટેકરી વિસ્તારમાં તે મકાનમાં દરોડો પાડ્યો હતો.
આ મકાનમાંથી કૂટણખાનુ ઝડપાઈ ગયું છે. પોલીસે સ્થળ પરથી એક મહિલા તથા એક કિન્નરની અટકાયત કરી લીધી છે. બનાવની જાણ થતાં દ્વારકાવાસીઓમાં ચર્ચા જાગી છે. અટકાયતમાં લેવાયેલા વ્યક્તિઓને પોલીસ મથકે ખસેડવામાં આવ્યા છે. આ મકાનમાં કેટલા સમયથી કૂટણખાનુ ચલાવાતું હતું. તે અનુત્તર પ્રશ્ન સહિતના પ્રશ્નોની વિગતો મેળવાઈ રહી છે. પોલીસ સાંજ સુધીમાં તેની વિગતો જાહેર કરશે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial