Advertisement
Author: નોબત સમાચાર

ગાંધીનગર સ્થિત ખંઢેર મકાનમાંથી મળી દારૂની નાની મોટી ૭૬૩ બોટલઃ આરોપીની શોધખોળ

દિગ્વિજય પ્લોટમાં રહેણાંકમાંથી ૧૪ બોટલ સાંપડીઃ

                                                                                                                                                                                                      

જામનગર તા. ૮: જામનગરના ગાંધીનગર વિસ્તારમાં એક ખંઢેર મકાનમાંથી પોલીસે ઈંગ્લીશ દારૂની નાની મોટી ૭૬૩ બોટલ કબજે કરી છે. આ જથ્થો જેનો હોવાનું અનુમાન કરાયું છે તે શખ્સની શોધ કરાઈ રહી છે. દિગ્વિજય પ્લોટ-૬૪માં એક શખ્સના મકાનમાંથી દારૂની ૧૪ બોટલ મળી આવી છે. તળાવની પાળ પરથી એક શખ્સ ચપલા સાથે નશાની હાલતમાં તેમજ કાલાવડના ડેરી ગામ અને આણંદપર ચેકપોસ્ટ પરથી પણ દારૂનો છૂટક જથ્થો ઝડપાયો છે.

જામનગરના ગાંધીનગર વિસ્તારમાં એક ખંઢેર જેવા મકાનમાં ઈંગ્લીશ દારૂનો જથ્થો રાખવામાં આવ્યો હોવાની બાતમી પરથી ગઈકાલે સાંજે સિટી બી ડિવિઝનના પોલીસ સ્ટાફે ત્યાં આવેલા શિવ પાર્ટી પ્લોટ નજીકની શેરીમાં એક ખંઢેર મકાનમાં દરોડો પાડી તલાશી લીધી હતી.

આ મકાનમાંથી ભારતીય બનાવટના અંગ્રેજી શરાબની નાની મોટી ૭૬૩ બોટલ મળી આવી હતી. પોલીસે રૂ।.૨,૪૫,૯૦૦નો દારૂનો જથ્થો કબજે કર્યાે છે અને આ દારૂ મોમાઈનગરની શેરી નં.૩માં રહેતા મયુરસિંહ ભરતસિંહ જેઠવાનો હોવાનું અનુમાન કરી તેની શોધ શરૂ કરી છે.

જામનગરના દિ. પ્લોટ વિસ્તારની શેરી નં.૬૩માં અશોક ખટાઉમલ મંગે ઉર્ફે મીર્ચી નામના શખ્સના મકાનમાં ગઈકાલે સાંજે સિટી એ ડિવિઝન સ્ટાફે દરોડો પાડી ઈંગ્લીશ દારૂની ૧૪ બોટલ કબજે કરી છે. દરોડા પહેલાં નાસી ગયેલા મીર્ચીની શોધ કરાઈ છે.

નગરના રણમલ તળાવના ૯ નંબરના ગેઈટ પાસેથી ગઈકાલે રાત્રે માધવ બાગ-૧માં રહેતો હીરેન રમેશભાઈ કણઝારીયા નામનો શખ્સ ઈંગ્લીશ દારૂના ચપલા સાથે નશાની હાલતમાં ઝડપાઈ ગયો છે.

કાલાવડ તાલુકાના ડેરી ગામમાં આવેલા રાહુલ નાનજીભાઈ સોલંકી નામના શખ્સના મકાનમાંથી પોલીસે ઈંગ્લીશ દારૂના ત્રણ ચપલા ઝબ્બે લીધા છે. રાહુલની ધરપકડ કરાઈ છે.

કાલાવડ નજીકની આણંદપર ચેકપોસ્ટ પરથી ગઈકાલે સાંજે પસાર થતાં કાલાવડના જીતેન્દ્ર દેસાભાઈ વાઘેલા નામના શખ્સને ઈંગ્લીશ દારૂના ૧૦૦ એમએલ જથ્થા સાથે પકડી લેવામાં આવ્યો છે.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh