Advertisement
Author: નોબત સમાચાર

જવલ્લે જ જોવા મળતો "સફેદ હોલો" જામનગરમાં દેખાયો...!

કદાચ ભારતમાં પ્રથમ વખતઃ

                                                                                                                                                                                                      

જામનગર પક્ષીઓ માટે જાણીતું છે... વિશાળ દરિયાકાંઠો અને પક્ષી અભયારણ્ય ધરાવતો આ જિલ્લો ખાસ કરીને શિયાળામાં દરિયાઈ અને દેશ-વિદેશના પક્ષીઓ માટે મેળાવડો બની રહે છે... અહીં ૩પ૦ થી વધુ પ્રજાતિના પક્ષીઓનું આવા-ગમન થતું રહે છે અને ખાસ કરીને દર વરસે કોઈને કોઈ અલભ્ય પક્ષી આ જિલ્લામાં નોંધાતું રહ્યું છે. જેના કારણે પક્ષીઓના રિસર્ચની દુનિયામાં વિખ્યાતી પામેલ છે... આ વરસે કથ્થાઈ કોયલ, પાનફૂદડી જેવા પક્ષીઓ નવા વર્ષના પ્રારંભે અંહી પ્રથમ વખત જોવા મળેલ ત્યારે તેમાં વધુ એક કલગી ઉમેરાવા જઈ રહી છે... આમ તો ખૂબ જ કોમન કહી શકાય તેવું પક્ષી એટલે હોલો... શહેરના સ્લમ વિસ્તારમાં ઠેરઠેર જોવા મળતા હોલામાં ત્રણ પ્રજાતિના હોલા આપણે ત્યાં જોવા મળે છે. તાજેતરમાં જામનગરના વાઈલ્ડ લાઈફ તસ્વીરકાર વિશ્વાસ ઠક્કરને ખીજડીયા પક્ષી અભયારણ્ય નજીક યુરેશીયન કોલર્ડ ડવ (હોલો) તેના રેતીયા કથ્થાઈ રંગથી અલગ એટલે કે સફેદ કલરનો હોલો જોવા મળેલ છે. જેને લ્યુસિઝમ એટલે કે રંગસૂત્રની ઉણપ હોવાના કારણે તેનો રંગ સફેદ થઈ રહ્યો છે. ૮૦% થી વધુ પીછા સફેદ થયેલા છે... હજ્જારો હોલામાં એકાદ અપવાદરૂપ આવો હોલો જોવા મળતો હોય છે. આમ આ રંગસૂત્રની ખામી ધરાવતો સફેદ હોલો અલભ્ય છે અને ભારતમાં કદાચ પ્રથમ વખત આ પ્રકારનો સફેદ હોલો જામનગરમાં જોવા મળેલ હોવાનું જણાય છે.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh