Advertisement
Author: નોબત સમાચાર

ઈરાને મહત્ત્વપૂર્ણ દરિયાઈ માર્ગ કર્યો બંધઃ કોઈ જહાજ નીકળે તો ફૂંકી મારવાની ધમકી

ભારત સહિત અનેક દેશોની ચિંતા વધી

                                                                                                                                                                                                      

તહેરાન તા. ૩: ઈરાને દરિયાઈ પરિવહનો મહત્ત્વપૂર્ણ માર્ગ બંધ કરીને કોઈપણ જહાજ પસાર થાય તો ફુંકી મારવા ધમકી આપી હોવાથી ભારત સહિત અનેક દેશોની ચિન્તા વધી છે.

અમેરિકા અને ઈરાન વચ્ચેનું યુદ્ધ હવે ચરમસીમાએ પહોંચ્યું છે. ઈરાને વિશ્વના સૌથી મહત્ત્વના દરિયાઈ માર્ગ પૈકીના એક એવા 'સ્ટ્રેટ ઑફ હોર્મુઝ'(હોર્મુઝ સામુદ્રધુની)ને બંધ કરી દીધો છે. ઈરાની મીડિયાના અહેવાલો અનુસાર, ઈરાન રિવોલ્યુશનરી ગાર્ડ્સએ ચેતવણી આપી છે કે જો કોઈ પણ જહાજ આ માર્ગ પરથી પસાર થવાનો પ્રયત્ન કરશે, તો તેને આગ લગાવી દેવામાં આવશે.

ઈરાને સ્પષ્ટ કર્યું છે કે તે હવે અમેરિકા સાથે કોઈ પણ પ્રકારની વાતચીત કરવા તૈયાર નથી, જ્યારે બીજી તરફ અમેરિકન પ્રમુખ અને તેમનું વહીવટીતંત્ર સ્થિતિ પર નજર રાખી રહૃાું છે.

ઉલ્લેખનિય છે કે, હોર્મુઝ સ્ટ્રેટ એ ફારસની ખાડીને અરબ સાગર સાથે જોડતો એક અત્યંત સાંકડો દરિયાઈ માર્ગ છે. વિશ્વના કુલ તેલ વપરાશનો અંદાજે ૨૦% હિસ્સો આ માર્ગ પરથી પસાર થાય છે. સાઉદી અરેબિયા, ઈરાક, કુવૈત, યુએઈ અને કતાર જેવા મુખ્ય ઊર્જા ઉત્પાદક દેશો પોતાના વેપાર-માલ-સામાનની નિકાસ માટે આ જ રસ્તા પર નિર્ભર છે.

આ માર્ગ બંધ થવાને કારણે વૈશ્વિક અર્થતંત્ર થંભી શકે છે અને આંતરરાષ્ટ્રીય બજારમાં ક્રૂડ ઓઇલના ભાવમાં મોટો ઉછાળો આવી શકે છે.

ભારત માટે આ સમાચાર અત્યંત ચિંતાજનક છે, કારણ કે ભારત પોતાની જરૂ:રિયાતનું ૮૦%થી વધુ ક્રૂડ ઓઇલ આયાત કરે છે અને તેનો મોટો હિસ્સો ખાડી દેશોમાંથી હોર્મુઝના માર્ગે જ આવે છે. જો આ પુરવઠો ખોરવાય, તો ભારતમાં પેટ્રોલ-ડીઝલના ભાવ આસમાને પહોંચી શકે છે, જેના કારણે મોંઘવારી વધવાની પૂરેપૂરી શક્યતા છે.

આ ઉપરાંત, આયાત ખર્ચ વધવાને કારણે ભારતની ચાલુ ખાતાની ખાધ પર પણ વિપરીત અસર પડશે. વર્તમાન સંજોગોમાં ભારત માટે સાઉદી અરેબિયા, ઈરાન અને યુએઈ સાથેના સંબંધો જાળવી રાખવા એ એક મોટી વ્યૂહનીતિનો ભાગ છે.

ઈરાનના કમાન્ડર ઇબ્રાહિમ જબારીએ આપેલી આ ધમકી બાદ દરિયાઈ સુરક્ષા જોખમમાં મૂકાઈ છે. જો આ તણાવ લાંબો સમય ચાલશે, તો તેની અસર માત્ર ઊર્જા ક્ષેત્રે જ નહીં, પણ વૈશ્વિક શેરબજારો અને પરિવહન ખર્ચ પર પણ જોવા મળશે. ખાસ કરીને ઈઝરાયલ અને અમેરિકાની આગામી ચાલ પર સમગ્ર વિશ્વની મીટ મંડાણી છે.

બીજી તરફ ઓમાનના ભારતીય દુતાવાસે પુષ્ટિ કરી છે કે, ઓમાનની દરિયાઈ સરહદમાં ૧૬ ભારતીય, ચાર ભારતીય અને એક યુક્રેનિયન સહિત ૨૧ લોકોને બચાવી લેવાયા છે. અને ત્રણના મૃત્યુ થયા છે. તથા કેટલાક ક્રુ મેમ્બર ઘાયલ થયા છે. રાહત-બચાવની કામગીરી ચાલી રહી છે. ભારતીય ક્રુ મેમ્બરના મૃત્યુ બદલ સંવેદના વ્યકત કરાઈ હતી.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh