Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
અકસ્માત સર્જી નાસી ગયેલા મોટરચાલક સામે નોંધાયો ગુન્હોઃ
જામનગર તા. ૬: જામનગરના સમર્પણ સર્કલથી થોડે દૂર સપ્તાહ પૂર્વે બે યુવતીઓને એક મોટરે ટક્કર મારી હતી. ઈજાગ્રસ્ત બનેલા બંને યુવતીને સારવારમાં ખસેડવામાં આવ્યા પછી એક યુવતીનું મૃત્યુ નિપજ્યું છે. બીજા ઈજાગ્રસ્તની ફરિયાદ પરથી પોલીસે મોટરના ચાલક સામે ગુન્હો નોંધ્યો છે.
જામનગરના દિગ્જામ વુલન મીલ રોડ પર આવેલા ખેતીવાડી ફાર્મ નજીક કોમલનગર સામે ઝૂંપડપટ્ટીમાં રહેતા અમરીબેન તુલસીભાઈ મકવાણા તથા તેમના બહેન યશોદાબેન (ઉ.વ.રપ) ગઈ તા.૨૭ની બપોરે સમર્પણ સર્કલથી માધવ ફાર્મ સામે રોડ ક્રોસ કરી રહ્યા હતા.
આ વેળાએ જીજે-૧૦-ડીઈ ૭૮૭૬ નંબરની મોટર ફૂલસ્પીડમાં ધસી આવી હતી. તે મોટરના ચાલકે અમરીબેન તથા યશોદાબેનને હડફેટે લીધા હતા. રોડ પર પછડાયેલા અમરીબેનને જમણા હાથમાં ફ્રેક્ચર તેમજ અન્ય ઈજાઓ થઈ હતી. જ્યારે યશોદાબેનને કમર, પેટ તથા માથામાં ગંભીર ઈજા થઈ હતી. બંને બહેનોને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. તે દરમિયાન મોટરચાલક નાસી ગયો હતો.
સારવારમાં રહેલા યશોદાબેનનંુ મૃત્યુ નિપજ્યું છે. ઈજાગ્રસ્ત અમરીબેને સિટી સી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં મોટરના ચાલક સામે ફરિયાદ નોંધાવી છે. પોલીસે ગુન્હો નોંધી મોટરના ચાલકની શોધ આરંભી છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial