Advertisement
Author: નોબત સમાચાર

ભાદરામાં વૃક્ષારોપણ સાથે સ્વચ્છતા અભિયાન દરમિયાન રાજયપાલે સ્વયં ઝાડુ પકડી કરી સફાઈ

વૃક્ષ ઉછેરવું એ પૂણ્યઃ સુકાવા દેવું એ ભ્રણ હત્યા જેવું પાપઃ દેવવ્રતજી

                                                                                                                                                                                                      

જામનગર તા. ર૩: રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીએ ભાદરા ગામે વૃક્ષારોપણ અને સ્વચ્છતા અભિયાનના માધ્યમથી પર્યાવરણ જતનનો સંદેશ આપ્યો હતો. વૃક્ષને ઉછેરવું એ પુણ્યનું કામ, તેને સુકાવા દેવું એ ભ્રૂણ હત્યા સમાન છે, સ્વચ્છ સમાજના નિર્માણ માટે રાજ્યપાલે જાતે ઝાડુ પકડી સફાઈ કરી સ્વચ્છતા અભિયાનનું નેતૃત્વ કર્યું હતું.

રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીએ જામનગર જિલ્લાના જોડિયા તાલુકાના ભાદરા ગામની મુલાકાત લીધી હતી. આ મુલાકાત દરમિયાન તેમણે પર્યાવરણની સુરક્ષા અને સ્વચ્છતાના ઉમદા ઉદ્દેશ્ય સાથે વિવિધ કાર્યક્રમોમાં સહભાગી થઈ ગ્રામજનોને પ્રેરિત કર્યા હતા.

પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીના એક પેડ માં કે નામ અભિયાનને વેગ આપતા રાજ્યપાલે ભાદરા ગામમાં વૃક્ષારોપણ કર્યું હતું. આ પ્રસંગે તેમણે અત્યંત ભાવુક અને ગંભીર અપીલ કરતા જણાવ્યું હતું કે, ''માતાના નામે રોપાયેલું એક પણ વૃક્ષ મરવું ન જોઈએ. વૃક્ષને ઉછેરવું એ પુણ્યનું કામ છે, પરંતુ તેને રોપ્યા બાદ સંભાળના અભાવે સુકાવા દેવું એ ભ્રૂણ હત્યા સમાન પાપ છે.'' તેમણે માત્ર વૃક્ષારોપણ જ નહીં, પરંતુ તેના ઉછેર માટે નિયમિત સારસંભાળ અને ફેન્સિંગ કરવા પર પણ વિશેષ ભાર મૂક્યો હતો.

પર્યાવરણની સાથે જનસ્વાસ્થ્યનો વિચાર કરતા રાજ્યપાલશ્રીએ 'સ્વચ્છતા હી સેવા' મંત્રને સાર્થક કર્યો હતો. તેમણે પોતે હાથમાં ઝાડુ પકડી ગ્રામ પંચાયત ચોક ખાતે સફાઈ કરી ગ્રામજનો સામે ઉત્તમ ઉદાહરણ પૂરૃં પાડ્યું હતું. તેમણે જણાવ્યું કે, જ્યારે આપણું આંગણું, શેરી અને ગામ સ્વચ્છ હશે, ત્યારે જ એક સ્વસ્થ અને સુદ્રઢ સમાજનું નિર્માણ થઈ શકશે.

આ પ્રેરણાદાયી કાર્યક્રમમાં રાજ્યપાલની સાથે અગ્ર સચિવ અશોક શર્મા, જિલ્લા કલેક્ટર કેતન ઠક્કર, જિલ્લા વિકાસ અધિકારી શારદા કાથડ, જિલ્લા પોલીસ અધિક્ષક ડો. રવિમોહન સૈની, નાયબ વન સંરક્ષક અરૂણકુમાર, ધ્રોલ પ્રાંત અધિકારી સ્વપ્નીલ સિસલે તથા મોટી સંખ્યામાં ગ્રામજનો અને આગેવાનો જોડાયા હતા. સમગ્ર ભાદરા ગામ આ જનજાગૃતિ અભિયાનમાં ઉત્સાહભેર સહભાગી બન્યું હતું.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh